Uncategorizedગોધરા
Trending

“વૈશ્વિક સ્વાસ્થ્ય માટે આયુર્વેદ નવીનતા” થીમ સાથે નવમાં રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની જિલ્લામાં ઉજવણી કરાશે

"વૈશ્વિક સ્વાસ્થ્ય માટે આયુર્વેદ નવીનતા" થીમ સાથે નવમાં રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની જિલ્લામાં ઉજવણી કરાશે

પંચમહાલ

રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ-૨૦૨૪ અંતર્ગત તા.૨૮ મી ઓક્ટોબરના રોજ ગોધરા ખાતે રેલીનું આયોજન

બીઆરજીએફ ભવનથી પ્રસ્થાન કરી ચર્ચ થઈ, કલાલ દરવાજા થઈ, વિશ્વકર્મા ચોક થઈ, સરદારનગર ખંડ થઈ જિલ્લા પંચાયત સુધીના રૂટ ઉપર રેલી યોજાશે

સરકારના આયુષ મિનિસ્ટ્રી તથા નિયામકશ્રી, આયુષની કચેરી, આરોગ્ય અને પ.ક. વિભાગ ગાંધીનગરના નિદર્શનમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી, પંચમહાલની પ્રેરણાથી તથા જિલ્લા આયુર્વેદ અધિકારી ગોધરા પંચમહાલના માર્ગદર્શનમાં નવમા રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ -૨૦૨૪ની ઉજવણી માટે આયુષ પ્રચાર-પ્રસાર રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.

આયુર્વેદ શાખા, જિલ્લા પંચાયત પંચમહાલ, શ્રીમતી મ.અ.હ. સરકારી આયુર્વેદ હોસ્પિટલ પોપટપુરા તા.ગોધરા તેમજ જય જલારામ આયુર્વેદિક મેડિકલ કોલેજ શિવપુરીના સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણીના ભાગરૂપે તા.૨૮/૧૦/૨૦૨૪ સોમવારના રોજ સવારે ૦૯-૦૦ કલાકે આયુર્વેદ પ્રચાર-પ્રસાર રેલીને જિલ્લા પંચાયત પ્રમુખશ્રી રેણુકાબેન ડાયરાના વરદ્ હસ્તે બીઆરજીએફ ભવન, જિલ્લા પંચાયત પંચમહાલ ખાતેથી પ્રસ્થાન કરાવવામાં આવશે. આ રેલી બીઆરજીએફ ભવન, જિલ્લા પંચાયત પંચમહાલ ખાતેથી નીકળી વાયા ચર્ચ થી કલાલ દરવાજા થઈ, વિશ્વકર્મા ચોક થઈ, સરદારનગર ખંડ થઈ જિલ્લા પંચાયત ખાતે જઈ સમાપ્ત થશે.

ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણી માટે આ વર્ષની થીમ “Ayurveda Innovation for Global Health” (વૈશ્વિક સ્વાસ્થ્ય માટે આયુર્વેદ નવીનતા) ને ધ્યાનમાં રાખી જનસંદેશ- જનભાગીદારી-જનઆંદોલન દ્વારા વધુને વધુ લોકો સુધી આયુર્વેદ પહોંચે તે માટે આયુર્વેદ શાખા, જિલ્લા પંચાયત પંચમહાલ દ્વારા આ રેલીનું આયોજન કરાયું છે.
***********

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!