શેઠ ની શિખામણ ઝાપા સુધી
વડોદરા શહેરના વારસિયા વિસ્તારમાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા દોઢ વર્ષ પહેલા ચાર કરોડ ઉપરાંતના ખર્ચે રીંગરોડ બનાવવામાં આવ્યો હતો તે રોડ હાલ ગટર લાઈન નાખવાની હોય ખોદી નાખવામાં આવી રહ્યો છે તો શું દોઢ વર્ષ પહેલા અને રોડ બનતા પહેલા ગટર લાઈનની કામગીરી કેમ ના કરી ? શું ત્યારે સત્તાધીશો અને અધિકારીઓને ભાન ન હતું મુખ્યમંત્રી સાહેબ વારંવાર જણાવે છે કે તમામ વિભાગો સંકલન કરે પછી જ રોડ બનાવવો પરંતુ વડોદરા મહાનગરપાલિકાની ભ્રષ્ટાચારની ઉલ્ટી ગંગા ને કારણે મુખ્યમંત્રીશ્રીની શિખામણને પણ સ્વીકારવા તૈયાર નથી તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે જેમકે શેઠની શિખામણ ઝાપા સુધી વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરના મેળાપણાના કારણે ખૂબ જ ભ્રષ્ટાચાર વધી રહ્યો છે તેવું હાલ ચિત્ર ઉભું થયું છે હાલ આ રોડ પર ગટર લાઈન નાખતા વાહનો એક જ રોડ ચાલુ રહેવાના કારણે વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે સાથે રોડ આખો બંધ થઈ જવાથી દુકાનદારો પણ હેરાન થઈ રહ્યા છે
સામાજિક કાર્યકર અતુલ ગામેચીએ વધુમાં જણાવ્યું છે કે એકવાર રોડ ખોદાઈ જાય ત્યાર પછી રોડની વેલીડીટી પૂરી થઈ જતી હોય છે ત્યારે હવે આ ગટર લાઈન નાખવાથી નવેસરથી નવો રોડ બનાવી રાજકારણીઓ અધિકારીઓ ભ્રષ્ટાચારને વેગ આપી રહ્યા છે તેવું સ્પષ્ટ ફલિત થાય છે વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો અને અધિકારીઓને જનતાના વેરાના નાણા નો સાચો અને સારો ઉપયોગ કરવાની માંગ સામાજિક કાર્યકર અતુલ ગામેચી દ્વારા કરવામાં આવી છે
( સામાજીક કાર્યકર :- અતુલ ગામેચી )