છોટા ઉદેપુર
*છોટા ઉદેપુર નગરના વરિષ્ઠ પત્રકાર ધર્મેશભાઈના જન્મદિવસની ઉજવણી કેક કાપીને કરવામાં આવી *
પત્રકારો સહિત મિત્રો જોડાયા
છોટા ઉદેપુર નગરના વરિષ્ઠ પત્રકાર ધર્મેશભાઈના જન્મદિવસની ઉજવણી કેક કાપીને કરવામાં આવી, પત્રકારો સહિત મિત્રો જોડાયા
છોટા ઉદેપુર અને કવાંટ તાલુકાના ગુજરાત ન્યુઝ ચેનલ જીટીપીએલ ના જાગૃત પત્રકાર ધર્મેશભાઈ ચૌહાણ ના જન્મ દિવસ ની કેક કાપીને કરવામાં આવી હતી. નગરના તમામ પત્રકાર સહિત મિત્રોએ ધર્મેશભાઈ ના જન્મદિન ની કેક કાપી અને શતાયુ બનવાની શુભેચ્છાઓ પાઠવી હતી. બાહોશ પત્રકાર તરીકે ધર્મેશભાઈ ચૌહાણ છેલ્લા ઘણા વર્ષોથી ઇલેક્ટ્રોનિક મીડિયા સાથે સંકળાયેલા છે. સાથે જ ભાજપના મીડિયા કંન્વીનર તરીકે પણ સેવા આપી મિત્ર વર્તુળ અને નગરજનોના હૃદયમાં સ્થાન ધરાવે છે. સાથી મિત્રોએ આજરોજ તેઓનાં જન્મદિન નિમિતે સરપ્રાઇઝ આપી કેક કાપવામાં આવી હતી. હાજર સૌ મિત્રોએ શુભેચ્છા પાઠવી કેક ખવડાવી જન્મદિન ને યાદગાર બનાવ્યો હતો.