અખિલ ભારતીય સંત સમાજના અધ્યક્ષ અને જગદગુરું શ્રી અવિચલદાસજી દેવાચાર્ય મહારાજ ને આવકારવા છોટા ઉદેપુર તાલુકામાં ચાલતી તડામાર તૈયારીઓ , ભક્તોમાં ભારે ઉત્સાહ
અખિલ ભારતીય સંત સમાજના અધ્યક્ષ અને જગદગુરું શ્રી અવિચલદાસજી દેવાચાર્ય મહારાજ ને આવકારવા છોટા ઉદેપુર તાલુકામાં ચાલતી તડામાર તૈયારીઓ , ભક્તોમાં ભારે ઉત્સાહ
અખિલ ભારતીય સંત સમાજના અધ્યક્ષ અને સપ્તમ કુવેરાચાર્ય જગદગુરું સંત શ્રી અવિચલદાસજી દેવચાર્ય મહારાજ છોટા ઉદેપુર ના આંગણે તા ૩ જાન્યુઆરી થી તા ૬ જાન્યુઆરી સુધી છોટા ઉદેપુર તાલુકાના જામલી ખાતે પધારનાર છે જેમના આગમનને લઈ પરમગુરુ નાં ભક્તો તથા સ્થાનિક પ્રજા માં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તેઓશ્રીને આવકારવા તમામ તૈયારીઓ આટોપી દેવામાં આવી છે. જગદગુરૂ શ્રી અવિચલદાસજી છોટા ઉદેપુર તાલુકાના જામલી ખાતે તા ૩ ના સાંજે પધારશે જામલી ખાતે અમૃત જન્મોત્સવ કાર્યક્રમ અંતર્ગત પાદુકા પૂજન, ભાવ વંદના સહિત અનેક ધાર્મિક કાર્યક્રમો અને પૂજ્ય ડૉ.ગીતા દિદીના સ્વકંઠે ભજન સત્સંગ નું આયોજન કરવામાં આવ્યું છે. તાલુકાના જામલી સહિત સમગ્ર તાલુકામાં વિવિધ સ્થળે પરમ પૂજ્ય સંતશ્રી અવિચલદાસજી દેવાચાર્ય મહારાજ નું સ્વાગત સન્માન તેમજ પાદુકા પૂજનના કાર્યક્રમ નું ભવ્ય આયોજન કરાયું છે. તેઓશ્રીને આવકારવા પંથકના ભક્તજનો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. સદર કાર્યક્રમમાં છોટા ઉદેપુર લોકસભા સાંસદ જશુભાઇ રાઠવા, ધારાસભ્યશ્રી ઓ સહિત જિલ્લાના અનેક આગેવાનો સહિત પ્રજાજનો મોટી સંખ્યામાં જોડાશે તેમ કાર્યક્રમના આયોજક રમણભાઈ રાઠવાએ જણાવ્યું હતું.
પરમ પૂજ્ય સંતશ્રી અવિચલદાસજી મહારાજ તાલુકાના ગુડા, જલોદા,ખોસ વસેડી, ઝોઝ, ડુંગરભીત, બાંડીભીત, ભરકુંડા, અછાલા, માલું, પાલસંડા, ઝિંઝરવાની સહિત અનેક ગામોમાં પધરામણી કરી પાદુકા પૂજન , ભાવ વંદના કરી આશીર્વચન પાઠવશે. જેથી પરમગુરુ ના ઉપાસક ભાવિક ભક્તો માં ભારે ઉત્સાહ જણાઈ રહ્યો છે. અખિલ ભારતીય સંત સમિતિ નાં અધ્યક્ષ પરમ પૂજ્ય સંતશ્રી ને આવકારી સન્માન કરવા જિલ્લા ના સાધુ સંતો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે.