*નગરપાલિકા ચૂંટણી માં પક્ષ વિરોધી ઉમેદવારી કરવા બદલ પાંચ જેટલા સભ્યો ને સસ્પેન્ડ કરવામાં આવ્યાં*
![](https://orsangsandesh.live/wp-content/uploads/2025/02/IMG-20250205-WA0685.jpg)
છોટાઉદેપુર નગરપાલિકા સામાન્ય ચુંટણી માં પક્ષ વિરોધી ઉમેદવારી કરવા બદલ ભારતીય જનતા પાર્ટીના પાંચ જેટલા સભ્યો ને સસ્પેન્ડ કરવામાં આવ્યાં
છોટાઉદેપુર નગર માં હાલ નગરપાલિકાની ચૂંટણી તા 16 ફેબ્રુઆરીના રોજ ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરવામાં આવી છે જેમાં નગરપાલિકા વિસ્તારના 7 વૉર્ડ માંથી 28 ચૂંટાયેલા સભ્યોનું બોર્ડ બનશે એ માટે કુલ 99 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. પરંતુ રાજકીય પાર્ટી માંથી ટિકિટો ન મળતા ઘણાએ અપક્ષ ઉમેદવારી પણ નોંધવી છે જ્યારે ઘણાએ બીજી પાર્ટીનો ચૂંટણી લઢવા પણ સહારો લીધો છે તેવા 5 જેટલા સભ્યોને પાર્ટી દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે નગરપાલિકાની ચુંટણી જીતવા ઘણા દાવપેચ અને રમતો રમાઈ રહી છે. જે અંતર્ગત મતદારોને રિઝવવા સામ દામ દંડ ભેદ ની નીતિ પણ અપનાવવામાં આવી રહી છે. જ્યારે રાજકીય પક્ષોમાં કાર્યકર્તા કાર્યકરો પાર્ટી વિરુદ્ધ પણ જઇ રહ્યાં હોય જેઓની હકાલ પટ્ટી કરવામાં આવી છે. આજરોજ ભારતીય જનતા પાર્ટી માંથી 5 જેટલા સભ્યોને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા જેમાં (1)ઈર્શાદભાઈ હુસેનભાઈ ખાલપા-મંડલ લઘુમતી મોરચા પ્રમુખ (છોટાઉદેપુર શહેર)(૨.) રમજાની ફારૂકભાઈ ફોદા-સક્રિય સભ્ય (છોટાઉદેપુર શહેર)(૩). શર્મિષ્ઠાબેન રાજુભાઈ તડવી-સક્રિય સભ્ય (છોટાઉદેપુર શહેર)(૪). મયુરભાઈ રમેશભાઈ ચૌહાણ-સક્રિય સભ્ય (છોટાઉદેપુર શહેર)(૫). શીલ્પાબેન જગદીશભાઈ દેસાઈ-સક્રિય સભ્ય (છોટાઉદેપુર શહેર)નો સમાવેશ થાય છે.