વડોદરા
વડોદરા શહેર ના ખોડિયારનગર મા પાણી ની લાઈન મા ભંગાણ
વડોદરા શહેરના ખોડીયાર નગર ચાર રસ્તા પાસે રોડની વચ્ચોવચ પીવાના પાણીની લાઈનમાં ભંગાણ સર્જાયું હતું જેના કારણે આજુબાજુના વિસ્તાર તળાવ બની ગયા હતા અને આ પીવાનું પાણી ગટર મા વહી ગયું હતું વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો અને અધિકારીઓ પોતાના માનિતા કોન્ટ્રાક્ટરોને કામગીરી આપે છે અને આ કોન્ટ્રાક્ટરો વેઠ ઉતારે છે જેના કારણે અવારનવાર એક જ જગ્યાએ પાણી લીકેજના બનાવો બને છે અને પીવાનું પાણી ગટરમાં વહી જાય છે બીજી બાજુ નાગરિકોને પીવાનું પાણી મળતું નથી કોન્ટ્રાક્ટર અધિકારી અને સત્તાધિશોના ભ્રષ્ટાચારના કારણે વડોદરા શહેરમાં વારંવાર પીવાના પાણીની લાઈન લીકેજ ડ્રેનેજ લાઈનમાં ભંગાર થયા કરે છે એક બાજુ જનતા વેરો ભરે છે ત્યારે બીજી બાજુ પાણી માટે વલખા મારવા પડે છે આવા કોન્ટ્રાક્ટરો સામે મ્યુનિસિપલ કમિશનર પગલાં ભરે તેવી માંગ સામાજિક કાર્યકર અતુલ ગામેચીએ કરી હતી