*હાલોલનો પીએસઆઇ મેહુલ ભરવાડ એક લાખની લાંચ લેતા ઝડપાયો*
મારઝૂડ નહીં કરવાના અને હેરાનગતિ નહીં કરવા માટે 2,50,0000/- રૂપિયાની લાંચની માંગણી કરી હતી.

હાલોલ રૂરલ પોલીસ મથકના પી.એસ.આઇ મેહુલ ભરવાડને 1 લાખ રૂપિયાની લાંચ લેતા એસીબીએ રંગે હાથે ઝડપી પાડતા સમગ્ર પંથકમાં ચકચાર મચી છે.
હાલોલ રૂરલ પોલીસ મથકમાં ફરજ બજાવતા પ્રોબેશનલ પોલીસ સબ ઇન્સ્પેક્ટર વર્ગ-3 મેહુલભાઈ રમેશભાઈ ભરવાડ આજે રવિવારે 1,00,000/- રૂપિયાની લાંચ લેતા પંચમહાલ જિલ્લા એ.સી.બી.ના છટકામાં રંગે હાથે ઝડપાઈ જવા પામતા સમગ્ર પંચમહાલ જિલ્લાના પોલીસ બેડા સહિત પંથકમાં ચકચાર મચી જવા પામી છે જેમાં સમગ્ર બનાવની મળતી વિગતો પ્રમાણે હાલોલ રૂરલ પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલા એક ગુનામાં આ કામના ફરિયાદીને વોન્ટેડ જાહેર કરી આ ગુનામાં મારઝૂડ નહીં કરવાના અને હેરાનગતિ નહીં કરવા માટે 2,50,0000/- રૂપિયાની લાંચની માંગણી હાલોલ ગ્રામ્ય પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેક્ટર મેહુલકુમાર રમેશભાઈ ભરવાડે કરી હતી. જેમાં આ કામના ફરિયાદીએ 1,00,000/- (એક લાખ) રૂપિયાની સગવડ થઈ હોવાનુ જણાવતા પી.એસ.આઇ મેહુલ ભરવાડે આ કેસના ફરિયાદીને રૂપિયા લઇને આવવા જણાવ્યું હતું. જેને લઇને ફરિયાદીએ પંચમહાલ જિલ્લા એ.સી.બી (એન્ટી કરપ્શન બ્યુરો)નો સંપર્ક સાદી ફરિયાદ આપતા ફરિયાદીની ફરિયાદના આધારે એ.સી.બી.ના સુપર વિઝન અધિકારી બી.એમ.પટેલ મદદનીશ નિયામક એસીબી પંચમહાલ એકમ ગોધરાની સુચના અને માર્ગદર્શન હેઠળ લાંચનું છટકું ગોઠવાયું હતું જેમાં પી.એસ.આઇ. મેહુલકુમાર ભરવાડે ફરિયાદી સાથે વાતચીત કરી લાંચની રકમ લઇ તેને બોલાવી લાંચની રકમ સ્વીકારી હતી. જેમાં એ.સી.બી.એ ગોઠવેલા લાંચના છટકા દરમિયાન જ લાંચની 1,00,000/- રૂપિયાની રકમ રંગે હાથે લેતા હાલોલ પોલીસ મથકના પ્રોબેશનલ પીએસઆઇ મેહુલકુમાર ભરવાડ એસીબીના પંચમહાલ એકમ ગોધરાના ઇન્ચાર્જ ફિલ્ડ પોલીસ ઇન્સ્પેક્ટર આર.બી.પ્રજાપતિ સહિત એ.સી.બી.ના સ્ટાફ હાથે રંગે હાથે ઝડપાઈ ગયા હતા. જેમાં એ.સી.બી.ના હાથે લાંચ લેતા આબાદ ઝડપાઈ ગયેલા પીએસઆઇ મેહુલ કુમાર ભરવાડ પોતાના ક્વાર્ટર્સ ખાતેથી આ લાંચની રકમ લેતા ઝડપાયા હોવાનું વિશ્વસનીય સુત્રો પાસેથી જાણવા મળ્યું છે. જેમાં 1,00,000/- રૂપિયાની લાંચની રકમ લેતા રંગે હાથે ઝડપાયેલા પી.એસ.આઇ મેહુલકુમાર ભરવાડને એ.સી.બી.ની ટીમ ગોધરા એ.સી.બી કચેરી ખાતે લઈ જઈ આગળની કાયદાકીય કાર્યવાહી કરી છે.