*છોટાઉદેપુર ના ચિચોડ ગામે કરંટ લાગતા 45 વર્ષીય મહિલાનું મોત …? *
મરનાર સંકુબેન ખેતર ની ફરતે કરેલી તાર ની વાડ માં કરંટ ચાલુ હોય ત્યાં જતા જોવા મળ્યા હતા.

છોટાઉદેપુર ના ચિચોડ ગામે કરંટ લાગતા 45 વર્ષીય મહિલાનું મોત …?
છોટા ઉદેપુર તાલુકાના ચિચોડ ગામે ગોલાગામડી ફળિયામાં રહેતી 45 વર્ષીય મહિલા શંકુબેન ચંદ્રસિંગ રાઠવાનું કરંટ લાગવાથી મોત નિપજ્યું છે તેવી અરજી પોલીસ મથકે મહિલાના પતિ ચંદ્રસિંગ રાઠવા એ અરજી આપી છે. ગત રોજ તા 21/2/25 ચિચોડ ગામના સંકુબેન સવારે 10 વાગ્યાના અરસામાં ઘરે થી નીકળી ગામની સીમ માં આવેલા ખેતરે ઘાસ ચારો લેવા ગયા હોય પરતું મોડી સાંજ સુધી ઘરે પરત ન આવતા કુટુંબીજનો દ્વારા શોધ ખોળ શરૂ કરી હતી. ગામના સીમાડે આવેલ ખેતર ની ફરતે ભૂંડ ભગાડવાના તાર માં કરંટ ચાલુ હોય તેમ મરનારના પરિવારજનો પાસે જાણવા મળ્યું હતું. પૂછ પરછ કરતા મરનાર સંકુબેન ખેતર ની ફરતે કરેલી તાર ની વાડ માં કરંટ ચાલુ હોય ત્યાં જતા જોવા મળ્યા હતા. જેની તપાસ કરતા ખેતરમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા.
ઉલ્લેખનીય છેકે મરનાર 45 વર્ષીય મહિલા શંકુબેન ના શરીરે આંખની ઉપરના ભાગે ઘસડાઈ ગયાના નિશાન અને લોહી જેવું નીકળ્યું હોય અને જમણા પગમાં વીજ કરંટ લાગવાના ડાઘા જણાતા હતા એ સિવાય બીજી કોઈ માર ના નિશાન જોવા મળ્યા ન હતા. મૃતકના શરીરને છોટા ઉદેપુર જનરલ હોસ્પિટલ ખાતે પોસ્ટ મોર્ટમ અર્થે લાવવામાં આવ્યું હતું અને મરનારનું મૃત્યુ ક્યાં કારણે થયું છે તેની તપાસ કરવા મરનારના પતિ એ પોલીસ ને અરજી આપી છે.