*પાવીજેતપુર થી રંગલી ચોકડી તરફ જતા બ્રિજના પણ પાયા દેખાય આવ્યા*
છોટાઉદેપુર જિલ્લામાં આવેલા બ્રિજના રક્ષણ માટે સરકાર ચેકડેમ બનાવે એ જરૂરી પૂર્વ રાજ્યસભા સાંસદ નારણ રાઠવાનું સૂચન

છોટાઉદેપુર જિલ્લામાં આવેલા બ્રિજના રક્ષણ માટે સરકાર ચેકડેમ બનાવે એ જરૂરી પૂર્વ રાજ્યસભા સાંસદ નારણ રાઠવાનું સૂચન
જિલ્લામાં આવેલ બ્રિજની ફરતે બેફામ રેતી ખનન ને કારણે ભવિષ્યમાં મોટું નુકસાન જવાની ભીતિ સેવાઇ રહી છે જે બાબતે અગાઉથી પગલા લેવા જરૂરી
પાવીજેતપુર થી રંગલી ચોકડી તરફ જતા બ્રિજના પણ પાયા દેખાય આવ્યા
છોટાઉદેપુર જિલ્લામાંથી પસાર થતો નેશનલ હાઇવે નંબર 56 અને સ્ટેટ હાઇવે 62 ઉપર જિલ્લાની નદીઓ ઉપર બ્રિજ બનાવવામાં આવ્યા છે આ બ્રિજ ઘણા જુના થઈ ગયા છે તેમની મર્યાદા પૂર્ણ થઈ ગઈ હોય તેવા સમયે આવેલ બ્રીજો ની ફરતે બેફામ રેતી ખનન થઈ ગયું છે. અને બ્રિજના પાયા ખુલ્લા દેખાઈ રહ્યા છે. આ પરિસ્થિતિમાં ગત વર્ષે ચોમાસામાં પાણીનો માર સહન ન થતા છોટાઉદેપુર નેશનલ હાઈવે નંબર 56 ઉપર ભારજ નદી ઉપરનો બ્રિજ તૂટી પડ્યો હતો જેનાથી સરકારને પણ નુકસાન ગયું છે અને પ્રજાને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે હાલમાં બનાવેલા 4 કરોડના ડાઇવર્ઝન ઉપર વાહન વ્યવહાર ચાલી રહ્યો છે. જ્યારે નવા બનાવવામાં આવેલ રેલવેના અને માર્ગના બ્રિજ બચી ગયા છે તેના રક્ષણ માટે ઓરસંગ નદીમાં ભારજ નદીમાં અને મેરિયા બ્રિજ ની 500 મીટર પાછળના ભાગે ચેકડેમ બનાવવા જોઈએ જેથી પાણી અટકી જાય રેતીનું ધોવાણ થાય નહિ અને બ્રિજના પાયાને વધુ નુકસાન થાય નહી. તે બાબતે અગાઉથી સાવચેતી રાખી પગલાં ભરવા જોઈએ તેવું પૂર્વ રાજ્ય સભાસાંસદ અને રેલ રાજ્ય મંત્રીએ જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે નિયમો પ્રમાણે જ્યાં આગળ બ્રિજ પસાર થતા હોય તેની ફરતે રેતીનું ખોદકામ કરવું નહીં ત્યાં લીઝો પણ ફાળવવામાં આવતી નથી. ત્યારે છોટાઉદેપુર જિલ્લાની નદીઓ ઉપર બનાવેલા બ્રિજ ના બધા પાયા દેખાવા લાગ્યા છે રેતીનું સ્તર ઘટી ગયું છે આ એક બેફામ ગેરકાયદેસર રેતી ખનન બાબતેનો પુરાવો છે. નદીઓમાં કોઈ જગ્યાએ ટ્રક તથા કોઈ જગ્યાએ મશીનો અને ટ્રેકટરો ઉતારીને બેફામ રેતી ખનન થઈ રહ્યું છે. પરંતુ કોઈ અટકાવતું નથી જેથી હવે સરકારી સંપત્તિ અને પ્રજા ઉપયોગી સંપતિને નુકસાન જઇ રહ્યું છે. જિલ્લાના પાવીજેતપુર થી માત્ર એક કિલોમીટર આવેલ વન કુટેર થી જંગલી ચોકડી તરફ જતા ઓરસંગ નદીના બ્રિજના પિલ્લર 15 થી 20 ફૂટ ખુલ્લા દેખાઈ રહ્યા છે જેનું ફૂલની આસપાસ રેતીલીસ માં ભારે ગેરકાયદેસર ખોદકામ થતું હોય જિલ્લા કક્ષાના અધિકારીઓ આ રસ્તેથી પસાર થતા હોય છે પરંતુ તેઓના ધ્યાને આ વાત આવતી નથી
છોટાઉદેપુરના બે બ્રિજ માંથી એક બ્રિજ ચેકડેમ ના કારણે બચી ગયો જ્યારે બીજો બ્રિજ ઉપર હજુ જોખમ રહેલું છે
છોટાઉદેપુર નગરમાંથી 2 હાઇવે પસાર થાય છે જેમાં સ્ટેટ હાઇવે 62 ઉપરનો બ્રિજ જર્જરિત છે. ભારે રેતી ખનન થતા બ્રિજના પાયા દેખાઈ આવ્યા છે. જે અગાઉ થોડા દિવસ પહેલા બ્રિજના પાયા ખુલ્લા થતા તંત્ર દ્વારા તાત્કાલિક રીપેરીંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જ્યારે નેશનલ હાઇવે ન 56 ઉપર મધ્યપ્રદેશને જોડતો બ્રિજ પાસે પાલિકા દ્વારા બનાવવામાં આવેલ ચેકડેમને કારણે બ્રિજ બચી ગયો છે. અને પાણી અને રેતીનું પુરાણ થઈ જતા આવનારા દિવસોમાં કોઈ તકલીફ પડે નહીં તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે આ જ રીતે બ્રિજની પાછળના વિસ્તારમાં જો ચેકડેમ બનાવવામાં આવે તો બ્રિજને થતું નુકસાન અટકી જાય તેમ છે.
છોટાઉદેપુર જિલ્લાની લોકમાતા ગણાતી ઓર સંગ નદી છોટાઉદેપુર નગર સહિત જિલ્લાની પ્રજાને પાણી પૂરું પાડે છે પરંતુ રેતીના સ્તર ઘટી જતા હવે શિયાળામાં જ પાણીના લેવલ ઘટવા લાગે છે અને માર્ચ માસ દરમિયાન પાણી ની બૂમો શરૂ થઈ જતી હોય છે નગરની 35,000 ની વસ્તીને પાણી પૂરું પાડતી ઓરસંગ નદીને આધારીત નગરપાલિકાના 2 વોટર વર્કસ આવેલા છે જેમાં પાણી ઉનાળા દરમિયાન ઓછું આવતું હોય જેથી પ્રજાને પૂરતું પાણી મળતું નથી અને પાલિકાએ હાફેશ્વર થી દાહોદ પાણી યોજનાનું પાણી વેચાતું મંગાવવાનો વારો આવે છે જેનો નગરના વિકાસ અર્થનો ખર્ચ પાણીમાં વપરાઈ જાય છે એ બાબતે પણ રેતીખનન અટકવું જોઈએ એ જરૂરી છે