*છોટાઉદેપુર નગરપાલિકામાં નવા બોર્ડની રચના થતા હોદ્દેદારો દ્વારા નગરના વિકાસ અર્થે વિઝન રજૂ કરવામાં આવ્યા*
લાંબા સમય વહીવટદારના શાસન બાદ પુનઃ બોર્ડ ની રચના થતા હવે નગરના વિકાસને વેગ મળશે

છોટાઉદેપુર નગરપાલિકામાં નવા બોર્ડની રચના થતા હોદ્દેદારો દ્વારા નગરના વિકાસ અર્થે વિઝન રજૂ કરવામાં આવ્યા
લાંબા સમય વહીવટદારના શાસન બાદ પુનઃ બોર્ડ ની રચના થતા હવે નગરના વિકાસને વેગ મળશે
છોટાઉદેપુર નગરપાલિકાના નવા બોર્ડની રચના થઈ ગઈ છે ત્યારે નગરપાલિકા પ્રમુખ મંજુલાબેન કોલી ઉપપ્રમુખ પરવેઝ મકરાણી તથા ભારતીય જનતા પાર્ટી એ નક્કી કરેલા કારોબારી અધ્યક્ષ અલ્પાબેન શાહે છોટાઉદેપુરના વિકાસનું વિઝન રજૂ કર્યું હતું. છોટાઉદેપુર નગરપાલિકાની જ્યારે સી ગ્રેડ માંથી એ ગ્રેડમાં મૂકવામાં આવી છે આ સંજોગોમાં પ્રજાની સુખાકારી માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ આવવાની છે ત્યારે ભાવી કારોબારી અધ્યક્ષ અલ્પાબેન શાહે જણાવ્યું હતું કે છોટાઉદેપુર નો સર્વાંગી વિકાસ કરવામાં આવશે. સૌપ્રથમ નવું વિશાળ શાકમાર્કેટ બનાવવા માટે ધારાસભ્ય તથા સાંસદના સહયોગથી અધિકારીઓને રજૂઆત કરવામાં આવશે. નગરને ગંદુ કરતા અને કચરો ફેલાવતા કોઈપણ વ્યક્તિ કે વેપારીનીને શેહ શરમ રાખ્યા વગર સખત વલણ અને આકરો દંડ કરવામાં આવશે.
નડતરરૂપ દબાણો આવતી 17 થી 18 તારીખ સુધીમાં સ્વૈચ્છિક રીતે હટે નહીં તો એવા નડતરરૂપ દબાણો હટાવવામાં આવશે. શહેરના સર્વાંગી વિકાસ માટે નગરના અગ્રણીઓની એક વિશેષ સલાહકાર સમિતિ રચવામાં આવશે. નગરપાલિકા ચૂંટણીમાં પોલીસથી એક તરફી ભૂમિકાના કેટલાક લોકોના આક્ષેપો બાબતે અલ્પાબેન શાહે જણાવ્યું હતું કે જે લોકો ચૂંટણી હારી ગયા છે એ હાર પચાવી શકતા નથી એટલે આવા વાહિયાત આક્ષેપો કરે છે કે પોલીસની કામગીરી તદ્દન નિષ્પક્ષ હતી. પ્રમુખ મંજુલાબેન કોલીએ જણાવ્યું હતું કે કોઈપણ ભેદભાવ રાખ્યા વગર તમામ સભ્યોના અને તમામ વિસ્તારના કામ કરવામાં આવશે. ઉપપ્રમુખ પરવેઝ મકરાણીએ જણાવ્યું હતું કે નગરને ગુજરાત માં અવ્વલ નંબરે લઈ જવા માટે રાત દિવસ મહેનત કરીશું.
અલ્પાબેન શાહે જણાવ્યું હતું કે આગામી પાંચ વર્ષમાં મોટાભાગના કામો નગરજનો ઈચ્છે એ રીતના કરવામાં આવશે. આરોગ્યસેવા માટે ૧૦૮ જેવી આધુનિક એમ્બ્યુલન્સ વસાવવામાં આવશે. નગરની શાન એવી એસ એફ હાઈસ્કૂલને રંગરોઞાન કરવામાં આવશે. નગરના સર્વાંગી વિકાસ માટે નવા કન્સલ્ટન્ટ ની નિમણૂક પણ કરવામાં આવશે. જૂની નગરપાલિકા ભવનને શક્યતાઓ ચકાસીને રીનોવેશન કરવામાં આવશે. આવતા ઉનાળાને ધ્યાનમાં રાખીને દરેક વિસ્તારમાં નવા બોરનું આયોજન કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે અલ્પાબેન પ્રમુખ હતા ત્યારે નગરપાલિકા ડ વર્ગમાંથી ક વર્ગમાં કરવામાં આવી હતી. અને હાલમાં ક વર્ગમાંથી સીધી અ વર્ગમાં થવા જઈ રહી છે. નગરપાલિકાના સત્તાધીશોએ જણાવ્યું હતું કે નગરનો સર્વાંગી વિકાસ ધારાસભ્ય સંસદ સભ્ય તથા નગરના રાજકીય, સામાજિક અને બૌદ્ધિક આગેવાનોની સલાહ સૂચન પ્રમાણે જ કરવામાં આવશે