વિધાન સભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડ દ્વારા પટીયા ખાતે ૧૩૪ મી આંબેડકર જન્મ જયંતીની ઉત્સાહભેર ઉજવણી કરાઇ.
ભારતીય સંવિધાન ના નિર્માતા ડૉ.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને સુતરની આટી અને ફૂલહાર પહેરાવી નમન કર્યું

શહેરા
પંચમહાલ જિલ્લાના શહેરા નગરપાલિકા વિસ્તાર ના પટિયા ખાતે વણકર સમાજના નવજીવન જન સેવા ટ્રસ્ટ દ્વારા ડૉ. બાબા સાહેબ આંબેડકરની ૧૩૪ મી જન્મ જયંતી શહેરા વિધાન સભાના ધારા સભ્ય અને ગુજરાત વિધાનસભા ના ઉપાધ્યક્ષ માનનીય જેઠાભાઈ ભરવાડ ના હસ્તે ઉત્સાહભેર શ્રદ્ધા સુમન સાથે ઉજવણી કરવામાં આવી હતી.આ પ્રસંગે સૌવ પ્રથમ વિશ્વ વિભૂતિ અને ભારતીય સંવિધાન ના નિર્માતા ડૉ.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને સુતરની આટી અને ફૂલહાર પહેરાવી નમન કર્યું હતું.
કાર્યક્રમની શરુઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી ત્યાર બાદ નવજીવન જન સેવા ટ્રસ્ટના પ્રમુખ અને મંડળના કારોબારી સભ્યો દ્વારા ડૉ.બાબા સાહેબ આંબેડકર ના સંવિધાન અને ફૂલહાર દ્વારા માનનીય ગુજરાત વિધાનસભાનાઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
મહાનુભાવોના પુષ્પ ગુચ્છ અને સાલ ઓથડી સન્માન કરાયા બાદ કાર્યક્રમને સંબોધન કરતાં ગુજરાત વિધાનસભા ના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડના ઓએ જણાવ્યું હતું કે આજે પટિયા મુકામે બાબા સાહેબ આંબેડકરની ૧૩૪ મી જન્મ જયંતી નિમિત્તે આંબેડકર ભવન પટિયા ખાતે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો બાબા સાહેબ આંબેડકરે આ દેશ માટે,રાષ્ટ્ર ના હિત માટે અને દરેક સમાજના લોકો માટે પ્રેરણા પૂરી પાડી અને દેશનું બંધારણ સર્જન કર્યું.જ્યાં સુધી આ દેશમાં જબતક સૂરજ ચાંદ રહેગા બાબા તેરા નામ રહેગા સાથે કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના શહેરા બી.જે.પી પ્રમુખ ધર્મેન્દ્ર પટેલ,જિલ્લા ભાજપ મહામંત્રી જીગ્નેશભાઈ પાઠક,મગનભાઈ પટેલીયા,ટપુભાઈ ગઢવી અને સરપંચો ઉપસ્થિત રહ્યા હતા.સમગ્ર ૨૫ ગામ વણકર સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની આભારવિધિ સુરેશભાઈ પરમાર દ્વારા કરવામાં આવી હતી.