શહેરા
શહેરા તાલુકાના ધમાઈ ગામે ઘરના બહાર બેઠેલા લોકો પર ટ્રેકટર ચઢાવી દેવાનો પ્રયાસ, એક ઈસમનુ મોત, ટ્રેકટર ચાલકને પોલીસે ગણતરીના કલાકોમા ઝડપી પાડયો
અન્ય લોકો ઘર પાસે બેઠા હતા. તે સમયે ગામમા રહેતો આરોપી દિપસિંહ ટેકટર લઈને આવ્યો હતો. અને બેઠેલા લોકો પર એકદમ ટ્રેકટર ચઢાવી દીધુ

શહેરા
પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના ધમાઈ ગામે રાતના સમયે ઘરના આંગણામા બેઠેલા લોકો પર એક માથાભારે ઈસમે ટ્રેકટર ચઢાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. જેમા એક ઈસમને ગંભીર ઈજા પહોચતા વડોદરા સારવાર માટે ખસેડાતા તેનુ મોત થયુ હતુ અને અન્ય બે ને સામાન્ય ઈજા પહોચી હતી. પોલીસે આ મામલે ટ્રેકટર ચાલકને ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આ મામલે પત્રકાર પરિસદથી માહિતી આપી હતી.
- શહેરા તાલુકાના ધમાઈ ગામે નિશાળ ફળિયામા રહેતા પ્રવિણભાઈ બારિયાના કાકા હસમુખભાઈ પટેલ સહિત અન્ય લોકો ઘર પાસે બેઠા હતા. તે સમયે ગામમા રહેતો આરોપી દિપસિંહ ટેકટર લઈને આવ્યો હતો. અને બેઠેલા લોકો પર એકદમ ટ્રેકટર ચઢાવી દીધુ હતુ. જેમા હસમુખભાઈને ગંભીર ઈજા પહોંચી હતી. તેમને 108 દ્વારા ગોધરા અને ત્યાથી વડોદરા ખાતે રિફર કરવામા આવ્યા હતા. જેમા તેમનુ સારવાર દરમિયાન મોત થયુ હતુ.
આ મામલે શહેરા પોલીસે આરોપી દિપસિંહ ને શોધીને પકડી કાઢીને શહેરા પોલીસ મથકે લાવ્યા હતા. તેની સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરવામા આવી
બાઈટ : એન વી પટેલ. ડીવાય એસપી
રિપોર્ટ વિનોદ પગી પંચમહાલ