છોટા ઉદેપુર
૫૦ વર્ષ થી અવિરત ઉજવાતા નવાપુરા ચોખંડી ના દાદા નું ભવ્ય આગમન
૫૦ વર્ષ થી અવિરત ઉજવાતા નવાપુરા ચોખંડી ના દાદા નું ભવ્ય આગમન
છોટા ઉદેપુર નગરના નવાપુરા ચોખંડી ખાતે ૫૦ વર્ષ થી ગણેશ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવે છે. ચાલુ સાલે ૫૦ માં વર્ષ ની ભવ્ય ઉજવણી કરવા યુવાનો માં ભારે ઉત્સાહ જણાઈ રહ્યો છે. અને ગણેશ ઉત્સવની ૫૦ માં વર્ષ ની ઉજવણી માં સામાજીક અને ધાર્મિક કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું છે. આજરોજ નવાપુરા ચોખંડી ના ગણપતિ બાપ્પા નીભવ્ય આગમન યાત્રા નગરના ઓલ્ડ પેલેસ કમ્પાઉન્ડ થી નીકળી નવાપુરા ચોખંડી પહોંચી હતી. ડીજે ની ધમાલ અને ભવ્ય આતિશબાજી સાથે દાદા ની આગમન યાત્રા માં મોટી સંખ્યામાં આબાલ વૃદ્ધ સૌ નગરજનો જોડાયા હતા અને ગણપતિ બાપ્પા મોરિયા ના ભવ્ય નાદ થી નગરનું વાતાવરણ ભક્તિમય બન્યુ હતું.