છોટાઉદેપુર નાં ખજુરીયા ગામે લક્ષ્ય પુસ્તકાલય નામ ની લાઈબ્રેરી નું ઉદઘાટન કરવામાં આવ્યું .
છોટાઉદેપુર નાં ખજુરીયા ગામે લક્ષ્ય પુસ્તકાલય નામ ની લાઈબ્રેરી નું ઉદઘાટન કરવામાં આવ્યું .
છોટાઉદેપુર
શિક્ષણ એ જ કલ્યાણ ના સૂત્ર ને સાકાર કરવા માટે હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ શિક્ષણ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે અને તે છોટાઉદેપુર જિલ્લાના ખજુરીયા ગામે લક્ષ્ય પુસ્તકાલય નામ ની લાઈબ્રેરી ઉદાહરણ રૂપ ગણી શકાય.
છોટાઉદેપુર જિલ્લો રાજ્યનો સરહદી અને પછાત ગણાતા જિલ્લા પૈકી નો એક છે અહીં હજુ પણ ઉંડાણ નાં ગામડામાંઓ માં સાક્ષરતાનો દર ઓછો છે પરંતુ સામાજિક અને શૈક્ષણિક જાગૃતતા નાં કારણે ધીરે ધીરે શિક્ષણ પ્રત્યે લગાવ વધી રહ્યો છે અને તે જિલ્લા ના ઊંડાણ નાં ગામડામાં પણ જોવા મળી રહ્યો છે.
ખજુરીયા ગામ નાં અને નોકરી કરતા એવા પ્રવિણભાઈ, અરવિંદભાઈ કે., અરવિંદભાઈ જી., મનુભાઈ, વિઠ્ઠલભાઈ, ઞોપાલભાઈ, ઝવેરભાઈ, દેસિઞભાઈ, સુમનભાઈ,કિરણભાઈ, અવિનાશ, કિશનભાઇ રાઠવા,નગીનભાઈ રાઠવા ભાઈ,ફતેસિઞભાઈ,કિરીટભાઇ, રવિભાઈ ખજુરીયા-ખજુરી ગામના તમામ નોકરીયાત, વડીલો, ઞામના આગેવાનો, યુવાન ભાઈ_બહેનો ગામ નાં નોકરી ધંધો કરતા તમામ યુવાનો વડીલો ના અથાગ મહેનત થકી આજે લક્ષ્ય પુસ્તકાલય નામ ની લાઈબ્રેરી નું ઉદઘાટન પ્રસંગે ગામ માં આનંદ અને ખુશી છવાઇ ગઇ હતી.
છોટાઉદેપુર જિલ્લા ના ખજુરીયા ગામમાં નોકરી ધંધો કરતા જાગૃત નાગરિકો તથા ગામનાં યુવાનો નાં સહયોગ થી આજે લક્ષ્ય પુસ્તકાલય નામ ની લાઈબ્રેરી નું ગામ નાં વડીલ કેડીયાભાઈ રાઠવા નાં હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું જેમાં છોટાઉદેપુર રેન્જ ફોરેસ્ટ ઓફિસર નિરંજનભાઈ રાઠવા, જિલ્લા ટીબીએચઆઈવી કો-ઓર્ડીનેટર વાલસિંગભાઈ રાઠવા, જય જવાન સૈનિક ફાઉન્ડેશન નાં પ્રમુખ ગોપાલભાઈ રાઠવા ઉપસ્થિત રહી કાર્યક્રમ ને અનુરૂપ વક્તવ્ય આપ્યું હતું અને ગામ લોકો ના સહિયારા પ્રયાસો થી ઉભી કરવામાં આવેલ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે યુવાનો ને આશીર્વાદ સમાન લાઇબ્રેરી માટે ગામ લોકો ના સેવાકાર્ય ને બીરદાવી શુભેચ્છાઓ પાઠવી હતી.