છોટા ઉદેપુર
* સિધ્ધિ વિનાયક યુવક મંડળ દ્વારા રક્તદાન શિબિર નું આયોજન કરાયું *
ગુરુકૃપા સોસાયટી ના યુવાનોની સામાજીક પહેલ
હાલ સમગ્ર પંથક શ્રી ગણેશજી દસ દિવસ નું આતિથ્ય માણી રહ્યા છે. ફળિયે ફળિયે યુવક મંડળો દ્વારા ગણેશજી ની પ્રતિમાની સ્થાપના કરી શ્રદ્ધાભેર પૂજન અર્ચન સાથે ધાર્મિક અને સામાજિક કાર્યક્રમોના આયોજન કરવામાં આવે છે. આજરોજ છોટા ઉદેપુર ગુરુકૃપા સોસાયટીના સિદ્ધિ વિનાયક યુવક મંડળ દ્વારા મેડિટોપ બ્લડ સેન્ટર ના સહયોગ થી રક્તદાન શિબિર યોજી માનવતા નું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડયું હતું. યુવા ભાઈઓ અને બહેનો એ ગણેશ મંડપ માં રક્તદાન કરી રક્તદાન મહાદાન ની ઉકિત સાર્થક કરી હતી.