છોટા ઉદેપુર

કવાંટ ના પિપલદી ખાતે પૂર્વ સાંસદ ના ભત્રીજાની હત્યા

ગામના જ બે યુવાનોએ અંગત અદાવત રાખી બંદૂક વડે ફાયર કરી હત્યા કરી

છોટા ઉદેપુર જિલ્લા ના કવાંટ તાલુકાના પિપલદી ખાતે રહેતા ૩૩ વર્ષીય યુવાન કુલદીપભાઈ રાઠવાની ગત રાત્રીના પોણા એક ના સુમારે ગામના જ બે યુવાનો એ જૂના ઝગડા ની અદાવત રાખી મોટર સાયકલ પર ઘસી જઈ બંદૂક થી ફાયરિંગ કરી હત્યા કરી ફરાર થઇ ગયા હતા.

કવાંટ તાલુકાના પિપલદી ખાતે રહેતા યુવાન કુલદીપ રાઠવા સાથે કોઈ જૂના ઝગડાની અદાવતને કારણે ગામના જ શંકરભાઈ રાઠવા અને અમલાભાઈ રાઠવા એ પેશન મોટર સાયકલ પર આવી શંકરભાઈ રાઠવા એ પોતાની પાસે ની બંદૂક થી ફાયરિંગ કર્યું હતું મરણ જનાર કુલદીપ રાઠવાને પેટના ભાગે જીવલેણ ઇજા થતાં ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. ઘર આંગણે યુવાનની ઘાતકી હત્યા થતાં પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. પોલીસે બંને આરોપીઓ સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી અને આરોપી શંકરભાઈ રાઠવા ને ડીટેઇન કરી પૂછ પરછ હાથ ધરવામાં આવી છે જ્યારે મદદગારી કરનાર અમલાભાઇ રાઠવા ને પકડવાની કાર્યવાહી હાથ ધરી હતી

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!