બોડેલી માં નવરાત્રી પર્વ નજીક આવતા તૈયારિઓ પૂરજોશ માં શરૂ ……
આદ્યશક્તિ શ્રી અંબે માતા ના નવરાત્રિ પર્વ નો પ્રારંભ ને ગણતરી ના દિવસો બાકી રહ્યા છે ત્યારે રૂમઝૂમ નવરાત્રિ માં મન મૂકી ને ગરબે ઘૂમવા માટે ખેલૈયાઓ તૈયારી માં વ્યસ્ત બન્યા છે
બોડેલી માં આગામી આસો શુદ એકમ થી નવરાત્રી નો પ્રારંભ થતા બોડેલી, ઢોકલીયા અને અલીપુરા માં ગરબા આયોજકો ખેલૈયાઓ માટે તમામ તૈયારીઓને આખરી ઓપ આપી રહ્યા છે. અલીપુરા જન શક્તિ ખોડીયાર સેવા ટ્રસ્ટ દ્વારા આયોજીત ખોડીયાર મંદિર પાસે ના ગરબા ગ્રાઉન્ડ ને રંગ બે રંગી રોશની થી ડેકોરેશન કરવામાં આવી રહ્યું છે. નવરાત્રી ના નવ દિવસ સુધી વડોદરા નુ શારદા સ્વરતાલ વૃંદ ગરબા ની રમઝટ બોલાવશે. બોડેલી ગરબી ચોક માં પણ નવરાત્રી પર્વ માં કોઈ કચાસ ના રહી જાય તેના માટે આયોજકો દ્વારા તમામ તૈયારી ઓ પૂરજોશ માં ચાલી રહી છે.બોડેલી ગરબી ચોક માં રમીલા બેન પંચાલ નુ વૃંદ ગરબા ની રમઝટ બોલાવશે.જેને લઇ ને ખેલૈયાં માં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઢોકલીયા ગરબી ચોક, ગંગા નગર સોસાયટી ,રામજી મંદિર, સમર્પણ સોસાયટી, ગજાનંદ પાર્ક સોસાયટી, ચંદ્રેશ્વર સોસાયટી,વિગેરે સ્થળે પણ નવરાત્રિ પર્વ ની ઉજવણી કરવામાં આવશે.નવરાત્રી ના દિવસો દરમિયાન હવામાન વિભાગ દ્વારા વરસાદ ની આગાહી કરવા માં આવી છે જેને કારણે ગરબા આયોજકો ચિંતિત બન્યા છે.જો વરસાદ વિલન નઈ બને તો ખેલૈયાઓ મન ભરી ને ગરબે ઘુમસે તેમજ ગુજરાતના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી એ આ વર્ષે ગરબા રમવા માટે સવારે પાંચ વાગ્યા સુધીની છૂટ આપતા ખેલૈયાઓ માં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે નવરાત્રિ પર્વ ને ગણતરી ના દિવસ બાકી રહ્યા છે ત્યારે ભક્તો ઘરે માતાજી ના મંદિર ને શણગારવા માં આવી રહ્યા છે બજાર માં ચૂંદડી, ધૂપ, અગરબત્તી સહીત નો સામાન ની ધૂમ ખરીદી થઇ રહી છે.યુવતીઓ ચણીયા ચોળી, ઇમિટેશન જ્વેલરી, બ્યુટી પાર્લર માં ભીડ જોવા મળી રહી છે . યુવાનો પણ પોતાનો ટ્રેડિશનલ ડ્રેસ માટે ખરીદી માં લાગ્યા છે. બોડેલી માં નવરાત્રિ પર્વ આનંદ ઉલ્લાસ અને શાંતિ પૂર્ણ રીતે પૂર્ણ થાય તે માટે પોલીસ તંત્ર પણ વ્યવસ્થા માં લાગ્યું છે મનોમંથન ચારણ એસ વી બોડેલી