ગુજરાતછોટા ઉદેપુર

*છોટા ઉદેપુર લાયબ્રેરી રોડ ખાતે નવરાત્રી પર્વ માં ભાજપ મહિલા મોરચા ની બહેનો દ્વારા આરતી કરાઇ *

છોટા ઉદેપુર લાયબ્રેરી રોડ ખાતે નવરાત્રી પર્વ માં ભાજપ મહિલા મોરચા ની બહેનો દ્વારા આરતી કરાઇ

સમગ્ર ગુજરાત માં નવરાત્રી પર્વ માં માં શક્તિ ના વિવિધ સ્વરૂપોની આરાધના કરવામાં આવે છે. છોટા ઉદેપુર નગર ના લાયબ્રેરી રોડ ખાતે છેલ્લા 61 વર્ષ થી નવરાત્રી પર્વ માં ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવે છે ચાલુ સાલે પણ આબાલ વૃદ્ધ સૌ ગરબા રમી માં ની આરાધના કરી રહ્યા છે. આજરોજ નવરાત્રી મહોત્સવ ના તૃતીય દિવસે ભાજપ મહિલા મોરચા ના જિલ્લા પ્રમુખ સજ્જનબેન રાજપૂત તથા જિલ્લા અને શહેર ની પદાધિકારી બહેનો દ્વારા મહા આરતી કરવામાં આવી હતી. મહા આરતી માં મહિલા મોરચા ના જિલ્લા પ્રમુખ સજજન બેન રાજપૂત, શહેર પ્રમુખ જ્યોતિકા બેન જોષી, અંજનાબેન અગ્રવાલ, વૈશાલીબેન, નીલમબેન પુરાણી સહિત મોટી સંખ્યામાં નગરના ભાવિક ભક્તો ઉપસ્થિત રહી આરતી અને દર્શનનો લ્હાવો લીધો હતો. માં જગદંબા ની આરાધના ના પર્વ નવરાત્રી મહોત્સવમાં લાયબ્રેરી રોડ ખાતે 400 જેટલા નાં ભૂલકાઓ મન મૂકીને ગરબે રમે છે. આ ભૂલકાઓને આયોજકો દ્વારા દરરોજ લહાણી વહેચવામાં આવે છે. છેલ્લા બે દિવસ થી નાના ભૂલકાઓ સહિત નગરનું યુવાધન ગરબા ના હિલોળે ચઢ્યું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also
Close
Back to top button
error: Content is protected !!