પંચમહાલ જિલ્લાનો “રન ફોર યુનિટી” કાર્યક્રમ ગોધરા ખાતે યોજાયો
રાજ્યસભા સાંસદશ્રી જસવંતસિંહ પરમાર અને જિલ્લા કલેકટરશ્રી દ્વારા કાર્યક્રમનો શુભારંભ કરાયો
પંચમહાલ જિલ્લાનો “રન ફોર યુનિટી” કાર્યક્રમ ગોધરા ખાતે યોજાય
રાજ્યસભા સાંસદશ્રી જસવંતસિંહ પરમાર અને જિલ્લા કલેકટરશ્રી દ્વારા કાર્યક્રમનો શુભારંભ કરાય
*મોટી સંખ્યામાં નગરજનો, ખેલાડીઓ, અધિકારીઓ, પોલીસકર્મીઓ રાષ્ટ્રીય એકતાના શપથ લઈ દોડમાં જોડાયા*
પંચમહાલ,
ભારતની એકતા અને અખંડિતતાના શિલ્પી અને લોહપુરુષ એવા સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતી નિમિત્તે દર વર્ષે “રાષ્ટ્રીય એકતા દિવસ” ની ઉજવણી કરવામાં આવે છે. જેના ભાગરૂપે પંચમહાલ જિલ્લા વહીવટ તંત્ર અને જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી દ્રારા જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, ગોધરા ખાતે “રન ફોર યુનિટી” કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ અન્વયે રાજ્યસભા સાંસદશ્રી જસવંતસિંહ પરમાર અને જિલ્લા કલેકટરશ્રી આશિષ કુમાર દ્વારા ફલેગ ઓફ આપી “રન ફોર યુનિટી” દોડનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં અધિક કલેકટરશ્રી એમ.ડી.ચુડાસમા, અગ્રણીશ્રી સમરસિહ પટેલ, શિક્ષણ સમિત ચેરમેનશ્રી, ગોધરા નગર પાલિકા ચીફ ઓફિસરશ્રી, જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રી પ્રતાપ પસાયા, સ્પોર્ટસ કોચ, મેનેજર, ટ્રેનર્સ, ઓફિશીયલ સ્ટાફ અને ખેલાડીઓ/પોલિસના જવાનો સહિત મોટી સંખ્યામાં નગરજનો અને ખેલાડીઓ રાષ્ટ્રીય એકતાના શપથ લઈને એકતા દોડમાં જોડાયા હતા.
ઉલ્લેખનીય છે કે દર વર્ષે સરદાર વલ્લભાઈ પટેલની જનમજયંતીને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. સરદાર પટેલના અથાક પ્રયત્નો થકી દેશી રજવાડોઓનું એકીકરણ થયું અને એટલે જ અખંડ ભારતના નિમાર્ણમાં સરદાર વલ્લભભાઈ પટેલનો મહત્વનો ભાગ છે. તેમની જન્મજયંતીના અવસરે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી અન્વયે પંચમહાલ જિલ્લામાં પણ “રન ફોર યુનિટી” કાર્યક્રમ ઉત્સાહભેર યોજાયો હતો.
રિપોર્ટ,વિનોદ પગી પંચમહાલ