આવતી કાલે દિવાળી.શરદા પુજન વિશેષ પુજન માટે
આવતી કાલે ઉર્જા અને પ્રકાશનું પર્વ દિવાળી*
આજે ઊર્જા અને પ્રકાશનું પૂર્વ દિવાળી સનાતનધર્મમાં દિપાવલી પર્વનું ખૂબ જ મહત્વ છે દિપાવલીના દિવસે ભગવાન શ્રી રામચંદ્ર ચૌદ વરસનો વનવાસ પતાવી અયોધ્યા પરત ફરેલા અને ભગવાન શ્રી સીતારામ 8mચંદ્ર ના સ્વાગત માટે નગરજનોએ પૂરી નગરી દીવાઓથી જગમગાવી હતી માટે આજના દિવસને દીપોત્સવ એટલે કે દિપાવલી કહેવાય છે
વ્યાપાર ની દ્રષ્ટિએ જોઈએ આસો વદ અમાવસ્યા એ વર્ષનો અંતિમ દિવસ ગણાય છે અને પહેલાના સમયની અંદર લોકો નામુ લખતા ચોપડાઓ લખતા માટે વર્ષના અંતિમ દિવસે ચોપડા પૂજન કરવામાં આવે છે જેને આપણે શારદા પૂજન તરીકે જાણીએ છીએ વર્તમાનમાં નાણાકીય વર્ષ તરીકે માર્ચ એન્ડિંગ જાણીતું છે પરંતુ હિન્દુ ધર્મ મુજબ વ્યાપારની દ્રષ્ટિએ આસો વદ અમાવસ્યા એ વર્ષના અંતિમ દિવસ તરીકે ઉજવાય છે
ખાસ કરી ને ઘર માં સુખ શાંતિ આનંદ અને લક્ષ્મી તથા વ્યાપાર વૃદ્ધિ પ્રાપ્ત કરવા માટે આજે ઘર ના દ્વાર પાસે 11 દીવા સરસવ ના તેલ ના દિવા કરવા અને ઘર ના મંદિર માં લક્ષ્મી નારાયણ નો દીવો ગાય ના ઘી નો કરવો લાભ કારી છે અને રામ નામ ના જાપ કરવા શુભ કારી રહે
*શારદા પૂજન લક્ષ્મી પૂજન ના મુહુર્ત*
બપોરે 3.56 થી સાંજે 6.41 શુક્ર,બુધ,ચંદ્ર,ની હોરા ,સાંજે 7.45 થી રાત્રે 2.14 મિનિટ સુધી ગુરૂ,મંગળ,સુર્ય,શુક્ર,બુધ અને ચંદ્ર શુભ ગ્રહ ની હોરા માં પૂજન કરવું શ્રેષ્ઠ છે
*જ્યોતિષાચાર્ય સત્યમ મહેન્દ્રભાઈ જોષી*