શહેરા તાલુકાના હોસેલાવ પાટીયાથી શેખપુર ચોકડી સુધીનો રસ્તો બિસ્માર હોવાથી લોકોને ભારે હાલાકી,વાહનચાલકો પરેશાન
હોસેલાવ ચોકડી થી શેખપુર જતો રસ્તો બિસ્માર હોવાથી લોકોને ભારે હાલાકી,વાહનચાલકો પરેશાન
શહેરા
પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના હોસેવાલ પાટીયાથી શેખપુર ચોકડી સુધીનો રસ્તો બિસ્માર હાલતમા હોવાને કારણે અવરજવર કરતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તંત્ર દ્વારા રસ્તાનુ જલદી સમારકામ કરવામા આવે તેવી માંગ કરવામા આવી રહી છે. રસ્તા પર ઠેરઠેર ખાડાને કારણે ઘણીવાર અકસ્માતના બનાવો પણ બની રહ્યા છે. આ રસ્તો અંદાજીત 20થી વધુ ગામોને જોડતો રસ્તો છે, અહીના સ્થાનિક લોકોને શહેરા ગોધરા જવા માટે આજ રસ્તા પર અવરજવર કરતી રહે છે.
પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકામા ગ્રામીણ વિસ્તારમા કેટલાક રસ્તાઓ બિસ્માર હાલતમા છે. તો કેટલાક રસ્તાઓ બની ગયા છે. પણ તાલુકાના 20થી વધુ ગામોને જોડાતા હોસેલાવ ચોકડીથી શેખપુર ચોકડી સુધીનો રસ્તો બિસ્માર હાલતમા જોવા મળી રહ્યો છે. હાલમા ચોમાસામા વરસાદને કારણે ખાડા પણ જોવા મળી રહ્યા છે.તેના કારણે ભારે હાલાકીનો સામનો અહીથી અવરજવર કરતા લોકોને થઈ રહ્યો છે. રસ્તા પર ઘણી જગ્યાઓ પર ખાડા જોવા મળી રહ્યા છે. આ હોસેલાવ ચોકડીથી શરુ થતો રસ્તો આગળ જતા શેખપુર ચોકડી તરફ મળે છે. ત્યાથી બે બાજુ રસ્તા પડે છે એક રસ્તો બોરીયા,પાનમડેમ તરફ જાય છે બીજો રસ્તો ખટુકપુર,સગરાળા,છોગાળા,નાંદરવા સહિતના ગામોને જોડે છે. આ રસ્તો અહીના લોક માટે મહત્વની જરુરીયાત છે. શહેરા તરફ આવવા માટે પણ આ રસ્તાનો ઉપયોગ કરવામા આવે છે. ત્યારે આ રસ્તા પર ખાડાઓને કારણે વાહનચાલકોને ઘણીવાર અકસ્માતનો ભય પણ સતાવી રહ્યો છે,