શહેરા

શહેરા ખાતે બે દિવસીય રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૪ અંતર્ગત કાર્યક્રમ યોજાયો

ખેડુતોને “શ્રી અન્ન”,“જમીન સુધારણા, સોઇલ હેલ્થ કાર્ડ” અને “પ્રાકૃતિક ખેતી” વિશે માહિતગાર કરાયા

પંચમહાલ,

શહેરા તાલુકામાં આવેલ નગરપાલિકા ટાઉનહોલ ખાતે બે દિવસીય રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૪ના બીજા દિવસે ખેડુતોના પ્રશ્નો સાંભળવા અને તેઓને પ્રોત્સાહન, જાણકારી અને માર્ગદર્શન આપવા માટે રવિ કૃષિ મહોત્સવ અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે તાલુકા અમલીકરણ સમિતિના અધ્યક્ષ અને શહેરાના પ્રાંત અધિકારીશ્રી ફાલ્ગુનભાઈ પંચાલ દ્વારા રવિ કૃષિ મહોત્સવ અંગે પ્રાંસગિક માહિતી આપવામાં આવી હતી. તેમજ તાલુકા વિકાસ અઘિકારીશ્રી પી.કે.પટેલ દ્વારા ફાર્મર રજીસ્ટ્રી અંગે તથા મદદનીશ ખેતી નિયામકશ્રી એમ.કે.ડાભી દ્વારા “શ્રી અન્ન”, “જમીન સુધારણા અંગે સોઇલ હેલ્થ કાર્ડ” અને “પ્રાકૃતિક ખેતી” વિશે માહિતી આપવામાં આવી હતી.
કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા ખેડૂતોને સસ્ટેનેબલ ફાર્મીંગ,મિક્ષ ફાર્મીંગ, પ્રાકૃતિક કૃષિ જેવી પદ્ધતિઓ વિશે તથા નવી પેઢીના ખાતરો જેવા કે, નેનો યુરિયા, નેનો ડી.એ.પી., ડ્રોન ટેકનોલોજી, ટકાઉ ખેતી પદ્ધતિ સુક્ષ્મ પિયત પધ્ધતી વગેરે જેવી બાબતે માર્ગદર્શન આપ્યું તથા ખેડૂતોને તેનો મહત્તમ ઉપયોગ કરવા માટે આહવાન કર્યું હતું. તેમજ ઇફકોના પ્રતિનિધિ દ્વારા નેનો યુરિયા/નેનો ડી.એ.પી., ડ્રોન ટેકનોલોજી વિશે તથા જી.જી.આર.સી. દ્વારા સુક્ષ્મ પિયત પદ્ધતિ જેવી કે ટપક પદ્ધતિ, ફુવારા પદ્ધતિ વગેરે જેવી બાબતે ખેડુતોને માહિતગાર કરી જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ.
આ તકે ખેડૂતો દ્વારા પ્રાકૃતિક કૃષિ અંગે પોતાના અનુભવો ખેડૂતો સમક્ષ વ્યકત કરવામાં આવ્યા હતા. તેમજ ખેડૂતોએ કાર્યક્રમ સ્થળે ઉભા કરાયેલા વિવિધ વિભાગના પ્રદર્શન સ્ટોલ્સની અને પ્રાકૃતિક કૃષિના મોડલ ફાર્મની મુલાકાત લીધી હતી.
આ મહોત્સવમાં બીજા દિવસે તાલુકા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેનશ્રી ચંદુભાઈ નાયક, વિસ્તરણ અધિકારી શ્રી બી.એમ.બારીઆ, જિલ્લા પંચાયત સભ્યશ્રી, કૃષિ યુનિવર્સિટીનાં વૈજ્ઞાનિકોશ્રી, પશુપાલન ખાતાના વેટરનરી ઓફિસર તેમજ બહોળી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યાં હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!