છોટા ઉદેપુર
છોટાઉદેપુર જિલ્લાના રેંણધા ગામે રાત્રીના સમયે સરકારી અનાજનું વિતરણ કરતો વિડિઓ વાયરલ થયો
450 જેટલાં 3 ગામના લભાર્થીઓ અટવાયા ઠુંઠવાતી ઠંડીમા લાઈનમાં ઉભા રહે વાનો વારો
છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકામાં આવેલ રેંણધા ગામે આવેલ સરકારી અનાજની દુકાનમાં ગત રોજ રાત્રીના સમયે ગરીબ લાભાર્થીઓ ને અનાજ વિતરણ કરવામાં આવ્યું છે જે અંગે નો વિડિઓ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો છે જેનાથી ઘણી બધી શંકા કુશંકા ઓ એ પ્રજામાં સ્થાન લીધું છે.
ઉલ્લેખનીય છે કે કવાંટ તાલુકામાં નાના કોસ્ટા, રેંણધા, ભેરાતા ગામના 450 જેટલાં લાભાર્થીઓ અનાજની દુકાન ઉપર અનાજ લેવા એકત્રિત થયા હતા પરંતુ છેલ્લી તારીખ હોય અને આખો મહિનો દુકાન ના ખોલી હોય જેથી લાભાર્થીઓ નો ઘસારો જોવા મળ્યો હતો અને આજરોજ સવારથી એકજ કુપન નીકળતા ગામલોકો રોષે ભરાયા છે જ્યારે આવતી કાલથી મહિનો અને વર્ષ બદલાઈ જશે અને લાભાર્થીઓ અટવાઈ ગયા છે. ગામલોકો ના જણાવ્યા અનુસાર જયારે આખો મહિનો દુકાન ખોલવામાં આવી નહીં તેનું શું કારણ હોઈ શકે એ ચર્ચાનો વિષય બન્યો છે