દાહોદ

લીમખેડા ગરનાળાની બાજુમાં 40 કરતા વધુ દુકાનોમાં ગેરકાયદેસર વીજળીના કનેક્શનનો.

એમજીવીસીએલની નજર સામે લાઈટો ચાલતી હોવા છતાં કોઈ કાર્યવાહી નઈ, અહો આશ્ચર્યમ્

લીમખેડા: લીમખેડા ગરનાળાની બાજુમાં 40 કરતા વધુ દુકાનોમાં ગેરકાયદેસર વીજળીના કનેક્શનનો . અને એમજીવીસીએલ ના કર્મચારી ની નજર સામે લાઈટો ચાલતી હોવા છતાં તેમના તરફ થી કોઈ કાર્યવાહી નાં થતાં નવાઈ પામે તેવું છે

સામન્ય ઘર વપરાશ માટે નવીન વીજ કનેક્શન લેવાનાં હોય તો કનેક્શન માગણી કરનાર અરજ દ્વારે ધાબા વાળું મકાનમાં પંચાયત ની આકારણી. મકાન નો દસ્તાવેજ આધાર કાર્ડ વિગેરે અનેક કાગળીયા આપો ત્યારે બાદ કનેક્શન આપવામાં આવતાં હોય છે ત્યારે આ કેબિનો રેલ્વે ની તથા આર એન્ડ બી ની જગ્યા માં ગેરકાયદેસર દબાણ કરી ને લોખંડ ની કેબિનો માં લાઈટ કેવી રીતે? તે બાબત ખુબ જ ગંભીર છે જે ઊચ્ચ કક્ષાના અધિકારી ઓએ ધ્યાન પર લેવી જોઈએ ગરનાળા ની બાજુમાં જ લીંમડી લીમખેડા હાઈવે રોડ પર માર્ગ અને મકાન વિભાગનુ નાળું આવેલું છે જેનાં ઉપર દશ (૧૦) જેટલી દુકાનો વાળા એ બંને બાજુ દબાણ કરતાં રોડની બંને સાઇડ પાણી ભરાઈ જાય છે જેથી રોગચાળો ફાટી નિકળવાની સંભાવના છે આ બાબત ની ફરીયાદો ઊઠતા તંત્ર દ્વારા એકજ દુકાન હટાવવા ની કામગીરી કરી બાકી ની દુકાનો માટે વાહલા દવલાની નીતિ અપનાવી છે ખરેખર દશ જેટલી દુકાનોના દબાણ થી જ પાણી નો નિકાલ થતો નથી અને ખાંડા માં પાણી ભરાઈ રહે છે જેથી રોગચાળો ફાટવાની શક્યતા ઊભી થઈ છે જેથી લીમખેડા તાલુકાના ઉચ્ચ કક્ષાના અધિકારી તથા આર એન્ડ બી ના અધિકારી ઓ કોઈ પણ પક્ષપાત વિના નાળા ની ઉપર તમામ દશ જેટલી દુકાનોના દબાણ દૂર કરી પાણી નિકળવાની કડક કાર્યવાહી કરે તેમ લીમખેડા નગરજનો એ માંગ કરી હોવાનું જાણવા મળ્યું છે

દિનેશ શાહ: લીમખેડા

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!