*છોટાઉદેપુર ઓરસંગ નદીમાંથી પસાર થતી ભૂગર્ભ ગટર લાઇનમાં લીકેજ *
અચાનક પાણી લીકેજ થતાં નદીમાં ગંદા પાણી પ્રસર્યા, તંત્ર કામે લાગ્યુ.

છોટાઉદેપુર ઓરસંગ નદીમાંથી પસાર થતી ભૂગર્ભ ગટર લાઇનમાં લીકેજ
અચાનક પાણી લીકેજ થતાં નદીમાં ગંદા પાણી પ્રસર્યા, તંત્ર કામે લાગ્યુ.
છોટાઉદેપુર નગર માં આવેલી ઓરસંગ નદીમાં બેફામ રેતી ખનનના કારણે રેતીના થર ઘટી ગયા છે જેથી નદીમાં રેતી ની અંદર ગોઠવવામાં આવેલી ભૂગર્ભ ગટર લાઇન બહાર આવી જતાં વારંવાર ભંગાણ સર્જાય છે તથા ગંદુ પાણી લીકેજ થઈને નદીમાં પ્રસરે છે. જે પ્રજાના આરોગ્ય માટે જોખમરૂપ છે . આજરોજ આ ભૂગર્ભ ગટર લાઇન લીકેજ થતાં ગંદુ પાણી બહાર આવી ગયું હતું. અને નદીના પાણીના વહેણ સાથે ભળી જતુ જોવાઈ રહ્યું છે. આ અંગે તંત્ર તાત્કાલિક કામગીરી હાથ ધરી છે.
આ અંગે નગર પાલિકા ચીફ ઓફિસર ભાવિનભાઈ બરજોડને સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે નદીમાં જે ભૂગર્ભ ગટર લાઇન આવેલી છે તેનું બોક્સિંગ કરવાનું હોય જેનો વર્ક ઓર્ડર આપી દીધો છે. તાત્કાલિક આ અંગે કામગીરી અમે શરૂ કરાવી રહ્યા છે તેમ જણાવ્યું હતું.