છોટાઉદેપુર નગરને જોડતો બ્રિજ જર્જરિત બન્યો કવાંટ તરફ જતા બ્રિજના 9 નંબરના કોલમ ને નુકસાન
બ્રિજનો 9 નંબરનો પાયાને નુકસાન થતા જોખમી બન્યો પાયા સપોર્ટ વગરના હોય તેવી શંકા ઉપરથી ભારે ભરખમ વાહન પસાર થતા બ્રિજમાં કંપન તથા રેતી ખરવાના બનાવ બની રહ્યા છે.
છોટાઉદેપુર નગરને જોડતો કવાંટ તરફ જતા સ્ટેટ હાઇવે 62 ઉપરનો ઓરસંગનદી ઉપર બનાવવામાં આવેલા છે. જે ઘણા વર્ષો જુના છે. જેના ઉપરથી રોજ અસંખ્ય વાહનો પસાર થાય છે છોટાઉદેપુર નગરને જોડતો બ્રિજ જર્જરિત બન્યો છે કવાંટ તરફ જતા બ્રિજના 9 નંબરના કોલમ ને નુકસાન થવા પામ્યું છે. જ્યારે મોટા વાહનો પસાર થતા નીચે પાયાના ભાગે કંપન થતું હોય તેવી પ્રજાની ફરિયાદો ઉઠી છે કવાંટ તરફ જતો 9 નંબરનો પાયો નુકસાન થતા જોખમી બન્યો હોય અને પાયા સપોર્ટ વગરના હોય તેવી શંકા પ્રજામાં સેવાઇ રહી છે. જે તસ્વીરમાં પણ સ્પષ્ટ પણે જણાઈ રહ્યું છે.
છોટાઉદેપુર થી કવાંટ તરફ જતો જિલ્લા પંચાયત કચેરી પાસે આવેલો બ્રિજ જર્જરિત જોવા મળી રહ્યા છે. બ્રિજના પાયા ઉપર મોટી તિરાડો જોવા મળી રહી છે. જ્યારે સળિયા પણ બહાર આવી ગયા છે. મોટા વાહનો પસાર થાય ત્યારે પાયાના ભાગે કંપન થતું હોય અને કાંકરી ખરતી હોવાની ફરિયાદો પ્રજા કરી રહી છે. જ્યારે તાજેતરમાં પાયાને વધુ નુકસાન થયું હોય તેમ લાગી રહ્યું છે. આવનારા સમયમાં કોઈ દુર્ઘટના બને તો જવાબદાર કોણ? એ પ્રશ્ન પ્રજામાં ચર્ચાઈ રહ્યો છે. સદીઓ વીતી ગઈ છતાં બ્રિજ અડીખમ હતા. પરંતુ રેતી માફિયાઓના પ્રતાપે બ્રિજના પાયા પાસેની બધી રેતી ખાલી થઈ જતા હવે ફાઉન્ડેશન 20 ફૂટ સુધી દેખાવા લાગ્યા છે. અને સળિયા પણ બહાર આવી ગયા છે.