છોટાઉદેપુર થી હરવાંટ બસ સેવા શરૂ કરવા પ્રજાની પ્રબળ માંગ
છોટાઉદેપુર થી હરવાંટ બસ સેવા શરૂ કરવા પ્રજાની પ્રબળ માંગ
છોટાઉદેપુર થી હરવાંટ બસ સેવા શરૂ કરવા પ્રજાની પ્રબળ માંગ
છોટાઉદેપુર તાલુકા સહિત જિલ્લામાં હજુ પણ ઘણા વિસ્તારોમાં એસટી બસ નિયમિત જતી નથી. જેના કારણે પ્રજાને જિલ્લા મથક સુધી પહોંચવા માટે ભારે તકલીફ પડે છે. સાથે સાથે પોતાનું ભવિષ્ય સુધરવા શિક્ષણ મેળવવા માટે વિધાર્થીઓને શાળા તથા કોલેજો સુધી પહોંચવું હોય જેમાં પણ તકલીફ ઊભી થાય છે. છોટાઉદેપુર તાલુકાના રાયસીંગપુરા ગામના રહેવાસી અને તાલુકા પંચાયત સભ્ય હરેશભાઈ વિઠ્ઠલભાઈ રાઠવા એ આ બાબતે છોટાઉદેપુર લોકસભાના સાંસદ જશુભાઈ રાઠવા ને વિદ્યાર્થીઓ માટે બસ ફાળવણી કરવા બાબતે પત્ર લખી ભલામણ કરવા વિનંતી કરી હતી. જે માંગને ધ્યાનમાં રાખી લોકસભાના સાંસદ જશુભાઈ રાઠવાએ છોટાઉદેપુર થી હરવાટ બસ શરૂ કરવા નિયામક વિભાગીય કચેરી રાજ્ય માર્ગ વાહન પરિવહન વડોદરા ડિવિઝન ઓફિસ ખાતે પત્ર લખી માંગ કરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર જિલ્લાના તેજગઢ ગામે આવતા 120 બાળકોને અવરજવર માટે ખૂબ જ તકલીફ પડે છે. જેમાં જેઓ રાયસીંગપુરા, તલાવ ફળિયા, વર્ધી, હરવાટ,ચોકડી, બોપા, માલઘી અને ધર્મજ વગેરે ગામોમાં વિદ્યાર્થીઓને તથા જેતપુર પાવી કોલેજમાં જતા વિદ્યાર્થીઓને ખૂબ જ મુશ્કેલી હોય સદર વિદ્યાર્થીઓ માટે હરવાટ, રાયસીંગપુરા વાયા તેજગઢ છોટાઉદેપુર રૂટ ચાલુ કરવા માગ કરી છે.
( છોટાઉદેપુર જિલ્લામાં ઘણા અંતરિયાળ ગામો આવેલા છે. જે ગામોમાં ઈમરજન્સી સેવા 108 તથા એસટી બસ જઇ શકતી નથી. જેના કારણે મુસાફરો, વિદ્યાર્થીઓ દર્દીઓને જિલ્લા મથક તથા મુખ્ય મથક અને હોસ્પિટલ સુધી પહોંચવા માટે ભારે તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. વિકાસની કેડીએ ચાલતો છોટાઉદેપુર જિલ્લો ઘોડાની ગતીએ આગળ વધી રહ્યો છે. ત્યારે પ્રાથમિક સુવિધાઓથી અમુક વિસ્તારના ગામો હજુ વંચિત છે. જે માટે સરકાર પગલા ભરે તેવી લોક માંગ ઉઠી છે. )