*છોટાઉદેપુર પોલિટેકનિક કોલેજ ખાતે મત ગણતરી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે*
કુલ 99 ઉમેદવારનું ભાવી હાલ ઇવીએમ મશીનમાં સીલ હોય જે તારીખ 18 ના રોજ ઉમેદવારોના ભવિષ્યનો ફેંસલો થશે

છોટાઉદેપુર પોલિટેકનિક કોલેજ ખાતે મત ગણતરી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે
છોટાઉદેપુર નગરપાલિકા સ્થાનિક સ્વરાજની ચૂંટણી નું 72,65% મતદાન કુલ 28 બુથ મથકો ઉપર શાંતિપૂર્ણ માહોલમાં ગતરોજ તારીખ 16 ફેબ્રુઆરીના થયું તેનું પરિણામ તારીખ 18 ફેબ્રુઆરીના રોજ જાહેર થનાર છે જે અંગે છોટાઉદેપુર ફતેપુરા ખાતે આવેલી પોલી ટેકનીક કોલેજ ઉપર મત ગણતરી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે
કુલ 99 ઉમેદવારનું ભાવી હાલ ઇવીએમ મશીનમાં સીલ હોય જે તારીખ 18 ના રોજ ઉમેદવારોના ભવિષ્યનો ફેંસલો થશે
મત ગણતરી પ્રક્રિયા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને સંપૂર્ણ શાંતિપૂર્વક ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થાય તે માટે તંત્ર દ્વારા પણ પૂર્ણ તૈયારીઓ કરી લેવામાં આવી છે પોલિટેકનિક કોલેજ ખાતે 50 થી વધુ જેટલા કર્મચારીઓ ની ઉપસ્થિતિમાં મતગણતરી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે અને વોર્ડમાં રાઉન્ડ દીઠ મત ગણતરી કરવામાં આવશે જ્યારે પોલીસ તંત્ર પણ આ મતગણતરી પ્રક્રિયા માટે સજજ થઈ ગયું છે