*છોટાઉદેપુર તાલુકાના ચિચોડ ગામની જમીનમાં કલેકટર ગાર્ગી જૈન અને અધિકારીઓએ પ્રમોલગેશનની નોંધ બબતેની કાર્યવાહી કરી*
પડતર જમીન માં ૩૦ વીંઘા છેલ્લા ૧૫ વર્ષથી ખેડાણ કરી ખેતી કરતાં હોવાની લેખીત ફરિયાદ થઇ હતી

છોટાઉદેપુર તાલુકાના ચિચોડ ગામની જમીનમાં કલેકટર ગાર્ગી જૈન અને અધિકારીઓએ પ્રમોલગેશનની નોંધ બબતેની કાર્યવાહી કરી
છોટાઉદેપુર નવ નિયુક્ત કલેકટર ગાર્ગી જૈન જિલ્લાના વિવિધ સ્થળોની મુલાકાત લઈ રહ્યા છે. અને સમસ્યા તથા પ્રજાની તકલીફોને સમજી તે સમસ્યાનું નિરાકરણ થાય તે બાબતે કાર્યવાહી કરી રહ્યા છે. આજરોજ છોટાઉદેપુર તાલુકાના ચિચોડ ગામની જમીનમાં કલેકટર ગાર્ગી જૈન અને અધિકારીઓએ પ્રમોલગેશનની નોંધ બબતેની કાર્યવાહી કરી જ્યારે જમીનોના નકશા તપાસી પાણીની ટાંકીઓ ચેક કરી હતી. જ્યારે રસ્તાનું પણ નિરીક્ષણ કર્યું હતું. અને ગ્રામજનોની સમસ્યાની જાણકારી મેળવી હતી.
અગાઉ જમીન માપણી ની પ્રક્રિયા હાથ છોટાઉદેપુર તાલુકાના ચિચોડ ગામ ની પડતર જમીન માં ૩૦ વીંઘા છેલ્લા ૧૫ વર્ષથી ખેડાણ કરી ખેતી કરતાં હોવાની લેખીત ફરિયાદ થઇ હતી જે બાબતે અરજદારે સ્થળ ઉપર ધ્યાન દોર્યું હતું. જે બાબતે પણ જિલ્લા સ્વાગત માં આ મુદ્દો લેવા જણાવ્યું હતું.