*અપક્ષ ચૂંટાયેલા કોર્પોરેટર શૈલેષભાઈ રાઠવા અને નઝમાબેન ફૈઝલ મલા એ કેસરિયો ધારણ કરી ભાજપ માં જોડાયા.*
બીજા ઉમેદવારો પણ ભાજપ માં ટૂંક સમયમાં જોડાશે અને પૂર્ણ બહુમતી સાથે ભાજપનું બોર્ડ બનશે.. ઉપેન્દ્રભાઈ રાઠવા જિલ્લા ભાજપ પ્રમુખ

અપક્ષ ચૂંટાયેલા કોર્પોરેટર શૈલેષભાઈ રાઠવા અને નઝમાબેન ફૈઝલ મલા એ કેસરિયો ધારણ કરી ભાજપ માં જોડાયા.
છોટા ઉદેપુર નગર પાલિકા વોર્ડ નં 1 માં અપક્ષ ઉમેદવારી કરી ચૂંટાયેલા બે સભ્યો આજરોજ જિલ્લા પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા ના હસ્તે કેસરિયો ખેસ ધારણ કરી ભાજપ માં જોડાયા હતા. તાજેતર મા જ યોજાયેલી નગર પાલિકા ની ચૂંટણી માં નઝમાબેન ફૈઝલ મલા તેમજ શૈલેષભાઈ રાઠવા અપક્ષ ઉમેદવારી નોંધાવી વોર્ડન 1 માં વિજયી બન્યા છે. આ ચૂંટણીમાં કુલ 7 વોર્ડ માં 28 બેઠકો માંથી ભાજપ એ સૌથી વધુ 8 બેઠકો મેળવી છે. અને નગરપાલિકા પ્રમુખ પદ માટે સૌથી મોટા દાવેદાર છે. આજરોજ બે અપક્ષ ઉમેદવારો ભાજપ માં જોડાતા હવે સંખ્યા બળ 10 થઈ જતા ચોક્કસ નગર પાલિકામાં ભાજપ સત્તારૂઢ થશે તેમ જિલ્લા પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા એ જણાવ્યું હતું. સાથે બીજા ઉમેદવારો પણ ભાજપ માં ટૂંક સમયમાં જોડાશે અને પૂર્ણ બહુમતી સાથે ભાજપનું બોર્ડ બનશે તેમ જણાવ્યું હતું.