પંચમહાલ- શહેરાનગર અને ગ્રામીણ વિસ્તારમાં MGVCLનુ ચેકીંગ, 19 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો, વીજચોરી કરનારાઓમાં ફફડાટ વ્યાપ્યો
શહેરાનગર અને ગ્રામીણ વિસ્તારમાં MGVCLનુ ચેકીંગ, 19 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
શહેરા,
પંચમહાલ જીલ્લાના શહેરાનગર સહિત પરા,તેમજ ગ્રામીણ વિસ્તારમાં વીજચોરીની વ્યાપક બુમોના પગલે એમજીવીસીએલ ટીમ દ્વારા રેડ પાડવામા આવી હતી. જેમા 35 જેટલી ટીમો દ્વારા તપાસ હાથ ધરવા પામી હતી. 121 જેટલા વીજજોડાણોમાં ગેરરીતી બહાર આવતા અંદાજીત 19,80,000 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જેના કારણે વીજચોરી કરનારાઓમા ભારે ફફડાટ વ્યાપી ગયો હતો.
પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં વીજચોરીની વ્યાપક બુમોને કારણે શહેરાનગર પાલિકા અને પરા વિસ્તાર અને ગ્રામીણ વિસ્તારમાં કાંકરી,સલામપુરા અને તાલુકાના નવાગામ,ધમાઈ,બામરોલી,તાડવા,અણીયાદ,નરસાણ,સાદરા,મીઠાપુર,ખરેડીયા,બોડીદ્રાખુર્દ,સરાડીયા,ખટકપુર તેમજ કોઠા જેવા વિવિધ ગામોમાં તપાસ હાથ ધરી હતી. એમ.જી.વી.સી.એલના અધિકારીઓ તેમજ પોલીસને સાથે રાખીને રહેણાંક મકાનો અને દુકાનો પર ચેંકીંગ હાથ ધરવામા આવ્યુ હતુ. દુકાનોના ૭૮૬ જેટલા વિજ જોડાણોનું ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું,જેમાં ૧૨૧ જેટલા વિજ જોડાણોમાં વિજ ચોરી જેવી ગેરરીતિ સામે આવતા અંદાજિત રૂ.૧૯ લાખ ૮૦ હજારની વિજ ચોરી પકડી પાડવામાં આવી હતી.જેને લઈને વિજ ચોરી કરનાર ૧૨૧ જેટલા વિજ ગ્રાહકો પાસેથી એમ.જી.વી.સી.એલ. દ્વારા દંડ વસુલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, એમ.જી.વી.સી.એલ દ્વારા આગામી સમયમાં પણ માર્ચ ૨૦૨૫ સુધી વિજ ચેકિંગની કામગીરી કરવામા આવશે.તેવી માહિતી પ્રાપ્ત થઈ રહી છે. એમ.જી.વી.સી.એલ. ની ટીમો દ્વારા એકાએક વિજ ચેકિંગ ડ્રાઇવ કરી લાખો રૂપિયા વિજચોરી ઝડપી પાડી દંડનીય કાર્યવાહી આવી હતી. એમજીવીસીએલ ટીમ દ્વારા રેડના પગલે વીજચોરી કરનારાઓમા ફફડાટ વ્યાપી ગયો હતો