તલોદના માધવગઢ ગામમાં થી અજાણ્યા આધેડનો મૃતદેહ મળી આવ્યો
પોલીસે આધેડની ઓળખ અને દફનવિધિ કરી માનવતા નું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું
તલોદ ન્યુઝ – હિતેશ શાહ
તલોદના માધવગઢ ગામમાં થી ગુરુવાર સાંજના સુમારે એક આધેડનો મૃતદેહ મળી આવતા ઘટના સ્થળે તલોદ પોલીસ દોડી જઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
જે અંગે તલોદ પોલીસે જણાવ્યું હતું કે તાલુકાના માધવગઢ ગામમાં આવેલ આંગણવાડી પાછળ ના ભાગમાં ગુરૂવારે સાજના સુમારે કોઈ અજાણ્યા આધેડની લાશ પડી હોવા અંગે સ્થાનિક પ્રજાજનોને જાણ થતાં આ મુદ્દે તલોદ પોલીસ ને જાણ કરવામા આવતા બીટ જમાદાર રાજુભાઇ દેસાઇ સ્ટાફ સાથે ઘટના સ્થળે દોડી જઈ મૃતક આધેડની લાશનો કબ્જો લઈ તલોદ સિવિલ હોસ્પિટલ માં પી.એમ.અર્થે ખસેડી મૃતકની ઓળખવિધી હાથ ધરતા મૃતક પુંજાભાઈ મણાભાઈ ઉ.વર્ષ ૫૫ રહે.પડુસણ,તા.તલોદનો હોવાની ઓળખ થવા પામી હતી.પરંતુ મૃતક આધેડનો કોઈ પરિવાર નું સભ્ય ન હોઈ છેલ્લા ઘણા સમયથી તલોદ સહિત આસપાસના વિસ્તારમા ભિક્ષા માગી તેમનું જીવન નિર્વાહ કરતાં હોઈ માનવતા ની દ્રષ્ટિએ તલોદ પોલીસ સ્ટેશન ના પરેશભાઈ, રાહુલભાઇ,રાજુભાઇ દેસાઇ, સહિત ટીઆરબી ના જવાનો સાથે રાખી મૃતકની દફનવિધિ કરી માનવતા નું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું હતું.