તલોદના મોટા ચેખલા ગામનો બનાવ,ઘર નિર્માણ નુ મટેરીરયલ ખસેડવાનું કહેતા મામલો બીચક્યો – વાચો અહેવાલ
ભત્રીજા એ કાકાને ફટકાર્યા,એક મહિલા સહિત ત્રણ સામે નોંધાઇ ફરિયાદ
તલોદ ન્યુઝ – હિતેશ શાહ
તલોદ તાલુકાના મોટા ચેખલા ગામમાં નજીવી બાબતે ભત્રીજા એ કાકાને માર મારતાં તલોદ પોલીસ દફતરે એક મહિલા સહિત ત્રણ સામે ગુનો નોંધાયો છે.
જે અંગે તલોદ પોલીસે જણાવ્યું હતું કે તાલુકાના મોટા ચેખલા ગામમાં એક જ ફળિયામાં સામ સામે કાકા ભત્રીજા નું મકાન આવેલું છે.આ ગામના મહેન્દ્રસિંહ તખતસિહ ઝાલા એ તેમની સામે આવેલ ભત્રીજા કિર્તીસિંહ ઉદેસિંહ ઝાલા એ નવિન ઘર બનાવવા માટે ફળિયામાં આવન જાવન ના મુખ્ય આર.સી.સી રોડ ઉપર મકાન નિર્માણ ના મટેરીયલ્સ નાખેલ હોઈ વાહન લઈને આવન જાવન માં તકલીફ પડતી હોઈ આ બાબતે મહેન્દ્રસિંહે તેમના ભાઇના દિકરા કિર્તીસિહ ને મકાનનું કામ પતી ગયું છે.તો આ વધારાનો સામાન એક તરફ ખસેડી લઈ માર્ગ ખુલ્લો કરવા કહેતાં ઉશ્કેરાયેલા કિર્તીસિહ કાકા મહેન્દ્રસિંહ ને ઉંધો પાવડો માથામાં ફટકારી વિભત્સ વર્તન કરી ગડદા પાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી ભાગી ગયા હતા.જ્યારે ઈજાગ્રસ્ત મહેન્દ્રસિંહ ને તલોદ સિવિલ હોસ્પિટલમાં તબિબિ સારવાર લેવાની ફરજ પડી હતી.જે બનાવ અંગે મહેન્દ્રસિંહ ઝાલાની ફરિયાદ ને આધારે તલોદ પોલીસે કિર્તિ સિંહ ઉદેસિંહ ઝાલા,સોનલબા કિર્તિસિહ ઝાલા,યુવરાજ કિર્તિસિહ ઝાલા ત્રણેય સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી તલોદ પોલીસે હાથ ધરી હોવાનું જણાવ્યું હતું