છોટાઉદેપુર જિલ્લાના ગુજરાત મિત્રના પત્રકાર સંજયભાઈ સોની ની વર્ષગાંઠ નિમિત્તે કેક કાપીને ભવ્ય ઉજવણી કરવામાં આવી
છોટાઉદેપુર જિલ્લા પત્રકાર એકતા પરિષદ સંઘના પ્રમુખ અને ઓરસંગ સંદેશ અખબાર ના તંત્રી તથા ગુજરાત મિત્ર અખબારના પત્રકાર સંજયભાઈ મહેશ્વરી (સોની) નો આજરોજ જન્મદિવસ હોય જેઓના જન્મ દિવસની જિલ્લા પ્રેસ કાર્યાલય ખાતે કેક કાપી પત્રકારો દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા મથકના તમામ પત્રકારો દ્વારા એકત્રિત થઈ ભારે ઉત્સાહપૂર્વક જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી
એક સાપ્તાહિક સમાચારથી મીડિયા જગતમાં ભારે સંઘર્ષ બાદ આગવુ સ્થાન મેળવી એક પોતાની આજે ઓળખ ઊભી કરી હોય અને દરેક પત્રકાર સાથે હળી મળીને પ્રજાના પ્રશ્નોને વાચા આપી હોય જેથી દરેક પત્રકારોના આગેવાન તરીકેની પણ પદવી મેળવી છે સાથે સાથે જિલ્લામાં સેવાભાવી સંસ્થાઓ સાથે સંકળાયેલા હોય અને પ્રજાની સેવા માટે હંમેશા તત્પર રહેતા હોય જે સેવા ને કારણે પ્રજામાં પણ લોકપ્રિય હોય તેથી સર્વ મિત્રોએ એકત્રિત વર્ષગાંઠની ઉજવણી કરી હતી અને લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરી હતી