જિલ્લા કલેક્ટર આશિષકુમાર દ્વારા ગોધરાની સેન્ટ આર્નોલ્ડ સ્કૂલ ખાતે વિદ્યાર્થીઓને પુષ્પ આપી આવકારીને શુભેચ્છા પાઠવવામાં આવી
પંચમહાલ જિલ્લામાં ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ ની બોર્ડ પરીક્ષા શાંતિપૂર્ણ વાતાવરણમાં પ્રારંભ

ગોધરા
ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ ની બોર્ડ પરીક્ષા
પંચમહાલ, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા લેવાનાર ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ બોર્ડની પરીક્ષાની શરૂઆત થઈ છે, ત્યારે પંચમહાલ જિલ્લામાં જિલ્લા કલેકટર આશિષકુમાર દ્વારા સેન્ટ આર્નોલ્ડ સ્કૂલ, ગોધરા ખાતે ધોરણ ૧૦ ના વિદ્યાર્થીઓને ગુલાબનું ફૂલ આપી આવકારી તેમને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
જિલ્લા કલેકટરએ ધોરણ ૧૦ ની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને આવકારી શાંતિથી પેપર લખવા જણાવ્યું હતું અને કોઈપણ જાતનું ટેન્શન કે ચિંતા કર્યા વગર મુક્ત અને હળવા વાતાવરણમાં પરીક્ષા આપવાનું જણાવી વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવી હતી.
જિલ્લા શિક્ષણ અધિકારીએ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પંચમહાલ જિલ્લામાં લેવાની ધોરણ ૧૦ અને ૧૨ ની બોર્ડ પરીક્ષાની તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે તેમ જણાવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે પંચમહાલ જિલ્લામાં ધોરણ ૧૦ માં ૨૬૧૩૬, ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહમાં ૧૧૮૪૮ અને ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ૨૦૬૫ વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે.