પંચમહાલ- મંગલિયાણા તાલુકા પંચાયતની બેઠક પર ભાજપાનો ભગવો લહેરાતા વિજયોત્સવ મનાવાયો
ફોર્મ ચકાસણી દરમિયાન ત્રણ અન્ય ઉમેદવારોના ફોર્મ અમાન્ય થતા ભાજપના ઉમેદવાર દેવેન્દ્ર પગીને વિજેતા જાહેર થયા
શહેરા,
પંચમહાલ જીલ્લામાં સ્થાનિક સ્વરાજની ચુટણીઓ યોજાઈ તે પહેલા જ ભાજપે ભગવો લહેરાવ્યો છે. શહેરા તાલુકા પંચાયતની મંગલિયાણા બેઠક પર ચાર જેટલા ઉમેદવારી ફોર્મ ભરાયા હતા. ફોર્મ ચકાસણી દરમિયાન ત્રણ અન્ય ઉમેદવારોના ફોર્મ અમાન્ય થતા ભાજપના ઉમેદવાર દેવેન્દ્ર પગીને વિજેતા જાહેર થયા હતા,ફોર્મમા દરખાસ્ત કરનારે દરખાસ્ત પરત ખેચતા ઉમેદવારી ફોર્મ અમાન્ય થયુ હતુ. દેવેન્દ્ર પગી બિનહરીફ વિજય થતા ભાજપના અગ્રણીઓ તેમજ કાર્યકર્તાઓ,પરિવારજનોએ ફુલહાર પહેરાવીને સ્વાગત કર્યુ હતુ. અને વિજય થવા બદલ શુભકામના પાઠવી હતી.
પંચમહાલ જીલ્લા સ્થાનિક સ્વરાજની ચુટણીઓને લઈ જાહેરનામુ બહાર પડ્યુ છે. ઉમેદવારી ફોર્મ ભર્યા બાદ આજે ઉમેદવારી પરત ખેચવાનો છેલ્લો દિવસ હતો. શહેરા તાલુકાની ખાલી પડેલી મંગલિયાણા તાલુકા પંચાયતની પેટા બેઠક પર ભાજપે બિન હરિફ જીત મેળવી લેતા આનંદની લાગણી વ્યાપી ગઈ છે. પેટા ચુટણીમા ભાજપ સહિત અન્ય કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટી સહિતના ઉમેદવારો પોતાના ઉમેદવારી નોધાવી હતી. જેમા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારની ઉમેદવારી માટે દરખાસ્ત કરનારાઓએ પોતાની દરખાસ્ત પરત ખેચી લેતા મંગલિયાણા બેઠકના ભાજપના ઉમેદવાર દેવેન્દ્રભાઈ પગી બિનહરિફ વિજેતા જાહેર થયા હતા. દેવેન્દ્રભાઈ પગી વિજેતા થતા તેમનુ વિજય સરઘસ શહેરા ખાતે કાઢવામા આવ્યુ હતુ. તાલુકા ભાજપા પ્રમુખ ધર્મેન્દ્રસિંહ, તાલુકા ભાજપાના પુર્વ પ્રમુખ મગનભાઈ પટેલિયા,ભાજપાના અગ્રણી જીજ્ઞેશભાઈ પાઠક સહિત ભાજપાના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. પરિવાર અને ગ્રામજનો દ્વારા પણ શુભકામના પાઠવામા આવી હતી. અત્રે નોધનીય છે તે શહેરા તાલુકા પંચાયતની બેઠક પૈકી મંગલિયાણા તાલુકા પંચાયતના પુર્વ સભ્યનુ અવસાન થતા પેટાચુટણી યોજાવાની હતી.