*છોટાઉદેપુર ખાતે આવેલી ચીચોડ ઉત્તર બુનિયાદી આશ્રમશાળા શાળા ખાતે શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી.*
છોટાઉદેપુર ખાતે આવેલી ચીચોડ ઉત્તર બુનિયાદી આશ્રમશાળા શાળા ખાતે શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી.
છોટાઉદેપુર તાલુકામાં ચિચોડ ગામ ખાતે આવેલી ઉત્તર બુનિયાદી આશ્રમશાળામાં ડો સર્વોપલ્લી રાધાકૃષ્ણના જન્મદિનને શિક્ષક દિન તરીકે ઉજવણી કરવામાં આવી હતી. આ શિક્ષક દિનના દિવસે છોટાઉદેપુર જિલ્લા વિકાસ અધિકારી સચિનકુમાર, અને મદદનીશ આદિજાતિ કમિશ્નર આર બી બારડ તેમજ આશ્રમશાળા અધિકારી ભૌમિક ઠાકોરની ઉપસ્થિતિમાં ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શાળા સંચાલક મંડળના અધ્યક્ષ રમેશભાઈ ખત્રી એ શિક્ષક વિષેના મૂલ્યો વિદ્યાર્થીઓને સમજાવ્યા હતા. અને શિક્ષકની ભૂમિકાની પ્રશંસા કરી હતી.
ચિચોડ ગામમ ચાલતી પ્રગટ પુરષોત્તમ કેળવણી મંડળ છોટાઉદેપુર સંચાલિત ઉત્તર બુનિયાદી આશ્રમ શાળામાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ડો સર્વોપલ્લી રાધા કૃષ્ણના છબી ને ફુલહાર કરી ભાવાંજલી આપી તેઓના ચરિત્ર અને કાર્યોને યાદ કરી શિક્ષકને સમાજમાં આગળ લાવવાની અને સન્માનિત કરવાના ઉમદા કાર્યોને સ્મરણ કર્યા હતા. જ્યારે વિદ્યાર્થીની અંદર શૈક્ષણિક ક્ષેત્રે આગળ વધવાની પ્રેરણા મળે અને દરેક વિદ્યાર્થી જુદા જુદા ક્ષેત્રમાં ઉતરો ઉત્તર પ્રગતિ કરે તે અંગે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.